રાજકોટ : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓ રાજકોટ-જામનગર રોડ પર નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં એઇમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે જે ત્રણ મહિના અગાઉ 60 ટકા પૂર્ણ થઇ હતી.
ફેબ્રુઆરીની મુલાકાત દરમિયાન કહ્યા બાદ આજે ફરી વખત ઓક્ટોબરમાં ફૂલફેઝમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે. રાજકોટની અંદર મેં ડેવલોપમેન્ટ પ્લાન્ટનું રિવ્યૂ કર્યું છે. જેમાં 64 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ઇક્વિપમેન્ટ આવી રહ્યા છે, ફેકલ્ટીના રિક્રૂટમેન્ટ થઈ રહ્યા છે. ઓક્ટોબર મહિના સુધીમાં ફૂલફેઝ રાજકોટ એઈમ્સ ઓપરેશનલ થઈ જાય તે દિશાની અંદર અમે કામ કરી રહ્યા છીએ. અપેક્ષા છે કે ઓક્ટોબર મહિનાની અંદર રાજકોટ એઇમ્સનું શરૂ થઇ જાય. જેથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને એઇમ્સ જેવી એક ઉચ્ચ કક્ષાની હેલ્થ ઇન્સ્ટિટ્યુટનો લાભ મળી શકે. - મનસુખ માંડવીયા (કેન્દ્રીય પ્રધાન)
સમીક્ષામાં મુદ્દાઓ : વધુમાં તેમને જણાવ્યું હતું કે, દરેક રાજ્યમાં એક એઇમ્સ બને તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી. જે અંતર્ગત 14 એઈમ્સના નિર્માણ કાર્ય થયા. એઇમ્સ ખાસ કરીને ગુજરાતમાં રાજકોટમાં મળી છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક ચાલુ થઈ ગયુ છે. આજે વિદ્યાર્થીઓની થર્ડ બેચ આવી ગઈ છે. જલ્દીમાં જલ્દી ડેડીકેશન ટુ નેશન્સ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે જે રીતે સમીક્ષામાં મુદ્દાઓ સામે આવ્યા છે ત્યારે એના આધારે હું એટલું કહી શકું કે, ઓક્ટોબર મહિનામાં આપણે રાજકોટ એઇમ્સને ડેડીકેશન ટુ નેશન્સ કરી શકીશું.
2000 મજૂરો કામ કરી રહ્યા : અગાઉ મેં ફેબ્રુઆરી મહિનામાં મુલાકાત લીધી હતી. આ દરમિયાન લેબરોની સમસ્યા હતી, પાણીની સમસ્યા ઓન હતી એ સમયે 800 મજૂરો કામ કરતા હતા આજે 2000 મજૂરો કામ કરી રહ્યા છે. પાણી માટે સમસ્યા હતી એ પુરી થઇ ગઈ છે ફેઝ વન માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજકોટ એઇમ્સમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કામ ઝડપી થઇ રહ્યું છે બધી એજન્સીઓ વચ્ચે તાલમેલ સારું છે માટે કામ સમયસર પૂરું થશે તેવો મને વિશ્વાસ છે.
કામગીરી સામે પડકાર : રાજકોટ એઇમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ થઇ તેમાં લગભગ 400થી 450 કરોડ ખર્ચ થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં કામ પૂર્ણ થઇ જવાનો દાવો તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઓક્ટોબર મહિનામાં કામ પૂર્ણ થશે કેવી રીતે તે મોટો સવાલ છે કારણ કે ફેબ્રુઆરીમાં માંડવીયાએ કરેલી મુલાકાત સમયે 60 ટકા થયેલી કામગીરી આજે જૂન મહિનામાં 64 ટકા પહોંચી છે તો ઓક્ટોબરમાં પુરી કરવી પણ મોડો પડકાર માનવામાં આવી રહ્યો છે.
લોકોને મળશે મોટી રાહત : રાજકોટમાં એઇમ્સ બન્યા બાદ રાજ્યનું આરોગ્યક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે, કારણ કે ગુજરાતે કદી ન જોઈ હોય એવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઈ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં. ઓપીડીથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલમાં રૂ.10માં નિદાન, પ્રતિદિન બેડનું 35 રૂપિયા ભાડું, 375 રૂપિયામાં 10 દિવસ સુધી બે લોકો જમી શકશે. હોસ્પિટલમાં 13,000ના ઇન્જેક્શન માત્ર 800 રૂપિયામાં જ મળશે.