ETV Bharat / state

રાજકોટમાં બોર ખાવાના બહાને નરાધમેં 5 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ - rajkot police

રાજકોટમાં મૂળ રાજસ્થાનના એક નરાધમે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પત્રકાર પરિષદ યોજી હતી.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Feb 13, 2021, 10:30 AM IST

  • 20 વર્ષના મૂળ રાજસ્થાનના શખ્સે ગુજાર્યુ દુષ્કર્મ
  • પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો આરોપીને
  • POCSO હેઠળ ગુનો નોંધી કરાશે કાર્યવાહી

રાજકોટ: એરપોર્ટ પોલીસ મથક નજીક 5 વર્ષની બાળાને મુળ રાજસ્થાનના 20 વર્ષના નારાધમે બોર ખાવાના બહાને સાથે લઇ જઇ તેના પર દુષ્કર્મ કર્યુ હતું. રાજકોટ પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ અંગેની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજી હતી.

બોર ખવડાવવાનાં બહાને બાળકીને લઈ ગયો હતો એકાંતમાં

પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, મૂળ રાજસ્થાનના ભીલવાડા પંથકનો રામલાલ બાબુજી ખદેરા નામનો 20 વર્ષનો શખ્સ પોતાના જ પંથકના કોન્ટ્રાકટર મારફત ગામમાં કૂવા ખોદવાની મજૂરી કામ માટે આવ્યો હતો. જ્યારે 5 વર્ષની બાળાને જોઇ રામલાલની દાનત બગડી હતી અને બાળાને બોર ખવડાવવાના બહાને નજીકની અવાવરૂ જગ્યાએ લઇ જઈ બાળા પાર દુષ્કર્મ ગુજાર્યો હતો. બપોરે મજૂરો જમવા માટે આસપાસમાં ગયા હતાં તે દરમિયાન નજર ચૂકવી કૃત્ય કર્યાનું સામે આવ્યું હતું.

રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પત્રકાર પરિષદ યોજી
પરિવારે પૂછતાછ કરતા બાળાએ તેની સાથે કંઇક ખોટુ થયાનું જણાવ્યું

થોડા સમય બાદ બાળકી રડતી ઘરે આવતાં પરિવારે પૂછતાછ કરી હતી. બાળાએ તેની સાથે કંઇક ખોટુ થયાનું જણાવ્યું હતું. ત્યારે દીકરીના મા-બાપે તપાસ કરતાં તે દૂષ્કર્મનો ભોગ બન્યાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનામાં બાળાએ મજૂર રામલાલનું નામ આપતા તરત જ એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે અપહરણ, દુષ્કર્મ અને POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.