તાજેતરમાં જ રાજ્યમાં લેવામાં આવેલી લોકરક્ષકની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન દરમિયાન માલધારી સમાજને અન્યાય થયાના આક્ષેપો સાથે માલધારી સમાજ દ્વારા જાહેરસભા યોજવામાં આવી હતી.
જેમાં અંદાજીત 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈને સરકાર સમક્ષ લોકરક્ષકની ભરતીમાં માલધારી સમાજને યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે, મોટી સંખ્યામાં લોકો એકઠા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.