લોકોએ ઉપલેટામાં મકરસંક્રાતિ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિની ઉજવણીમાં ઉપલેટામાં વહેલી સવારથી જ લોકો પોતાની અગાસી પર પહોંચી ગયા હતા. બાળકો, યુવાનો તેમજ વડીલો પણ મન મૂકીને પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા હતા.
મકરસંક્રાતિ એટલે હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે, આ દિવસે દાન ધર્માદા તેમજ ગાયોને ઘાસ ખવડાવવાથી પુણ્ય મળે છે. જે કારણે લોકો દાનપુણ્ય પણ ઉત્સાહપુર્વક કરતા જોવા મળે છે. સવારથી જ લોકો પોતાની અગાસી પર સંગીતના તાલે નાચતા હતા. અલગ અલગ ખાવાની વસ્તુઓ જેવી કે તલના લાડુ, મમરા ના લાડુ, શેરડી જેવી વાનગી ધાબા પર જ આરોગી હતી. સવારથી સાંજ સાંજ સુધી પતંગો ચગાવી લોકોએ પતંગ ચગાવવાની મોજ માણી હતી.