- સાડીના કારખાનાઓમાં કામ કરતા 18 બાળ મજૂરોને કરાવવામાં આવ્યા મુક્ત
- એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને બચપન બચાઓ આંદોલન NGO દ્વારા થઇ કામગીરી
- સાડીના કારખાનાના માલિકો અને ઠેકેદારો વિરુદ્ધ કરવામાં આવી પોલીસ ફરિયાદ
રાજકોટ: કોરોના સંક્રમણને કારણે જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ મહામંદીનો સામનો કરી રહ્યો છે. જેમાં અહીંના કારખાનાઓમાં લગભગ 35 થી 45,000 જેટલા પરપ્રાંતિય મજૂરો મજૂરી કામ કરે છે. તે તમામ પોતે સંક્રમણને કારણે ફસાઈ ગયા હોવાનો અહેસાસ કરે છે. આવા કપરા કાળમાં કેટલાક કારખાનેદારોએ પોતાના કારખાનાઓમાં પરપ્રાંતિય ઠેકેદારો દ્વારા લાવવામાં આવેલ બાળમજૂરોને પોતાના વતનમાં ન મોકલી કાળી મજૂરી કરાવતા હોવાનું દિલ્હીની બચપન બચાઓ આંદોલન નામની બાળકોની એક સંસ્થાને ફરિયાદ મળતા તેઓએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ શાખાને જાણ કરી હતી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ શાખાને સાથે રાખી. સ્થાનિક પોલીસને ફરી એકવાર અંધારામાં રાખી જેતપુરના ભોજાધાર વિસ્તારમાં આવેલ કારખાનાઓ પર છાપો મારતા ગાયત્રી ફિનિશિંગ, અતુલ ફિનિશિંગ અને કામધેનુ ફિનિશિંગમાંથી 18 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા.