રાજકોટ: દેશભરમાં હાલ જન્માષ્ટમીનો પર્વ શરૂ છે. ત્યારે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ છે. ત્યારે ગઈકાલે શહેરના થોરાળા વિસ્તારમાં પોલીસ દ્વારા જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેના કારણે વિસ્તારમાં ગેરકાયેસર પ્રવૃત્તિ કરતાં શખ્સો રોષે ભરાયા હતા.
10 આરોપીઓની અટકાયત: પોલીસ દ્વારા વારંવાર તેમના વિસ્તારમાં દરોડા પાડવામાં આવતા હોવાના કારણે અંદાજિત 25 જેટલા લોકોનું ટોળું પોલીસ મથક ખાતે દોડી આવ્યું હતું અને પોલીસ મથકને બાનમાં લીધું હતું. પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. જ્યારે આ મામલે થોરાળા પોલીસે 25 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને 10 આરોપીઓની અટકાયત કરી છે.
'થોરાળા પોલીસ મથક વિસ્તારમાં દારૂનો ધંધો કરતા અને જે લોકો ઉપર દારૂ મામલે કેસ થયેલા છે તેવા અંદાજિત 25 જેટલા લોકો ભેગા થયા હતા. આ લોકોએ થોરાળા પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. કેમ અમને અમારા વિસ્તારમાં ધંધો કરવા દેતા નથી તેમ કહી બબાલ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થોરાળા પોલીસ મથકના પીઆઇને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે પીઆઇએ પણ આરોપીઓને સમજાવ્યા હતા પરંતુ તેઓ સમજ્યા નહોતા અને વારંવાર પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા.' - બીવી જાધવ, એસીપી, રાજકોટ
નવા PI દ્વારા સતત દરોડાની કામગીરી: એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે કુલ 25 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ચાર જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોરાળા પોલીસ મથક વિસ્તારમાં તાજેતરમાં જ નવા પીઆઇની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ નવા પીઆઇ આવતાં વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરવા માટે પોલીસ દ્વારા સત
ત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે સ્થાનિકો અને આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો રોષે ભરાયા હતા અને પોલીસ મથકે દોડી આવ્યા હતા.