રાજકોટઃ ગુજરાતમાં જે રીતે દિવસેને દિવસે ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. સાથે પેટ્રોલ-ડીઝલ(Petrol and diesel prices), ખાદ્ય પદાર્થ, શાકભાજીમા વધારો થઈ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને (Lemon Price in Gujarat )ઉનાળામાં જેની સૌથી વધુ જરૂરિયાત હોઈ અને ઉપયોગ થતો હોઈ એવા લીંબુના ભાવ પણ અસમાને છે. ત્યારે ધોરાજીના હિરપરા વિસ્તારમા રહેતા મોણપરા ફેમિલીના દિકરાના લગ્ન પ્રસંગમાં પીઠી લીંબુની ભેટ આપનવામાં આવી છે. એમાં પણ લીંબુનો ભાવ હાલ 300થી 400 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ Lemon Price Hike: પેટ્રોલ-ડીઝલના ભાવ તેમજ કમોસમી વરસાદ સહિતની મારના કારણે લીંબુના ભાવમાં પણ વધારો
ધોરાજીમાં લગ્ન પ્રસંગમાં લીંબું ગીફ્ટ - ધોરાજીમાં મોણપરા ફેમેલીના સગા સંબંધીઓએ મીઠાઈ, રૂપિયા કે દાગીના નહિ પરંતુ તેમની જગ્યાએ છાબમા, મીઠાઈ અને પૈસાની જગ્યાએ લીંબુઓ ભેટમાં આપવામા આવ્યા હતા. આ સાથે વધતા જતા લીંબુના ભાવો તંત્ર અને સરકાર દ્વારા નિયંત્રણ કરવામા આવે તેવી અપીલ કરાઈ હતી. આ લગ્નમાં આવી અનોખી અને હાલની મોંઘી ગણાતી ભેટ લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા લગ્નમાં તેમજ આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ અનોખી અને મોંઘી ભેટ લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા લોકોમાં પણ આવી મોંઘી અને અનોખી ભેટ હાસ્યમય બની હતી.