રાજકોટ : કોરોના વાયરસની સામે લડવા માટે રાજકોટની જ્યોતિ CNC દ્વારા ખૂબ જ ઓછા સમયમાં અને નજીવી કિંમતે ધમણ 1 નામે વેન્ટિલેટર બનાવવામાં આવ્યું હતું. જો કે, ધમણ 1 વેન્ટિલેટર કોરોનાની સારવારમાં અસરકારક નહી હોવાની વાત સામે આવી છે. તેમજ આ અંગે રાજ્ય સરકારને અમદાવાદ સિવિલના તબીબ દ્વારા લેખિતમાં પણ પત્ર લખવામાં આવ્યો છે.
જેને લઈને ધમણ 1 તૈયાર કરનાર જ્યોતિ CNC કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજા દ્વારા આ અંગે જણાવાયું હતું કે, ધમણ 1ને લઇને કોઇ ફરિયાદ પણ અમારા સુધી મળી નથી અને કોવિડ-19ના દર્દીઓને ધ્યાનમાં રાખીને જ આ મશીન બનાવ્યું છે. પ્રેશર કંટ્રોલ વેન્ટિલેટર બનાવ્યું છે. વોલિયમ કંટ્રોલ વેન્ટિલેટર માટેના પૂરતા પાર્ટસ અહીં મળતા નથી. ફૂલ ફ્લેઝડ વેન્ટિલેટર માગ્યું છે. ધમણ 3માં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જે હાલ તૈયાર કરીએ કરી રહ્યા છીએ.