ETV Bharat / state

રાજકોટમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધાનો પ્રારંભ - corona case

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે સંક્રમિતનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેના કારણે RT-PCR ટેસ્ટ કરતી લેબોરેટરીમાં ટેસ્ટ માટે ખુબ જ લોકો જઈ રહ્યા છે. શહેરના ઘણા સિનિયર સીટીઝનો, દીવ્યાંગો કે સગર્ભા મહિલાઓને RT-PCR ટેસ્ટ માટે લેબોરેટરીના સ્ટાફને ઘરે બોલાવવા પડે છે અને પરિસ્થિતિને કારણે તેમાં વિલંભ પણ થતો હોય છે અને કોરોના સંક્રમિતનો ભય પણ રહે છે. જે બધી બાબતો ધ્યાનમાં રાખીને ગુજરાત રાજયના સ્થાપના દિને રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની જાણીતી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેકના સહયોગથી ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કેન્દ્ર રેસકોર્ષ સંકુલમાં આવેલા કવિ શ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન પાસે સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધાનો પ્રારંભ

author img

By

Published : May 2, 2021, 12:39 PM IST

  • ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ રૂપિયા 700 વસૂલવામાં આવશે
  • ટેસ્ટિંગ સ્ટેશન પર ગણતરીની મિનિટોમાં વ્યક્તિના RT-PCR ટેસ્ટ માટેના જરૂરી સેમ્પલ લેવામાં આવશે
  • થોડા સમય પુર્વે જ અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધા શરૂ થઇ છે

રાજકોટઃ ટેસ્ટિંગ સ્ટેશન પર ગણતરીની મિનિટોમાં વ્યક્તિના RT-PCR ટેસ્ટ માટેના જરૂરી સેમ્પલ લેવામાં આવશે. ત્યારબાદ વ્યક્તિ પોતાનું વાહન ટેસ્ટિંગ સ્ટેશનથી આગળ હંકારી લઈ જઈ શકશે. બાદમાં 24થી 36 કલાકના સમયગાળામાં સંબંધિત વ્યક્તિને વોટ્સએપ, ઈમેઈલ કે SMSના માધ્યમથી રીપોર્ટ અંગેની જાણ કરવામાં આવશે. ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ એ ખુબજ ઝડપી અને સાનુકુળ ટેસ્ટિંગ પદ્ધતિ છે. આ ટેસ્ટમાં કોઈપણ વ્યક્તિ પોતાનું વાહન લઈને ટેસ્ટિંગ સ્થળ પર જઈ વિના વિલંબે આ ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ રૂપિયા 700 વસૂલવામાં આવશે.

રાજકોટમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધાનો પ્રારંભ

આ પણ વાંચોઃ બોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઇવ થ્રુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે

ગરીબો આ ટેસ્ટ નિઃશુલ્ક કરાવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે

રાજકોટમાં કોઈપણ વ્યક્તિએ ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવાની જરૂરિયાત રહેતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પુર્વે જ અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધા શરૂ થઇ છે. જયારે હવે આ સુવિધા રાજકોટમાં પણ લોકોને ઉપલબ્ધ્ધ બની છે. ટેસ્ટિંગ કરાવ્યા બાદ 24 કલાકની અંદર ટેસ્ટિંગ રિપોર્ટ આપવામાં આવશે. ટેસ્ટિંગ માટેનું પેમેન્ટ રોકડા, પેટીએમ કે યુ.પી.આઈ. દ્વારા કરી શકાશે. એક હજાર જેટલા ટોકન આપીને ગરીબો આ ટેસ્ટ નિઃશુલ્ક કરાવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. માનવતા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.