- રાજકોટની બજારોમાં ઈટીવી ભારતનું રિયાલિટી ચેક
- દિવાળી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી
- ગત વર્ષની સરખામણીએ હજુ પણ ચાલુ વર્ષે વેપાર ઓછો
રાજકોટઃ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને વેપારીઓએ ખૂબ મંદીની મારનો સામનો કર્યો છે. ત્યારે હવે દિવાળી આવતા વેપારીઓને પણ બજારમાં ઘરાકી નીકળશે તેવી આશા લઈને બેઠા છે. ETV ભારત સાથે વાતચીત કરતા વેપારીઓએ જણાવ્યું કે, હાલ કોરોના રાજકોટમાં ધીમી પડ્યો છે. ત્યારે બજારમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોનાને લઈને બજારમાં જોઈએ એટલા પ્રમાણમાં ગ્રાહકો નથી આવી રહ્યા. જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવ્યો છે છતાં પણ બજારમાં હજુ પણ વેપારીઓ નાખુશ જોવા મળી રહ્યા છે.
રાજકોટની બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
દિવાળીનો તહેવાર નજીક છે. જેને લઇને ETV ભારત દ્વારા રાજકોટની બજારોમાં એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે કેટલાક લોકો હજુ પણ જાહેરમાં માસ્કનો ઉપયોગ નથી કરી રહ્યા. જ્યારે બજારમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભાવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હજુ પણ દરરોજ 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ હજુ જાગૃતિનો અભાવ જોવા મળતા ભવિષ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.