ખોડિયાર જ્યંતી નિમિતે તા. 2 ફેબ્રુઆરીએ સવારે 8 થી 11 નવચંડી યજ્ઞ ત્યાર બાદ બપોરે ભવ્ય ધ્વજારોહણ અને માતાજીને અન્નકોટ ધરવામાં આવશે. અન્નકોટમાં 100થી વધારે વાનગી ધરવામાં આવશે સાથે માતાજી ને ડ્રયફ્રુટનો હાર પહેરાવવામાં આવશે.
આ હારમાં 9 કિલો કાજુ, બદામ, કિસમિસ, એલચી, અંજીરથી હાર બનાવવામાં આવ્યો છે. આ ડ્રાયફ્રુટનો હાર બનાવવામાં 15 જેટલી ગોંડલની ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા 2 દિવસથી સતત હાર બનાવવા જહેમત ઉઠવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈને મંદિરના પટાંગણમાં ભવ્ય રંગોળી કરવામાં આવશે. આ તકે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહેશે.