- કાગવડ ખોડલધામ મંદિરથી સોમનાથ સુધી પદયાત્રા
- પદયાત્રામાં ખોડલધામના ટ્રસ્ટીઓ પણ જોડાયા
- ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને તેમના સુપુત્ર શિવરાજ પણ જોડાયા
રાજકોટઃ ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને તેમના સુપુત્ર શિવરાજ અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આજે સવારે કાગવડ ખોડલધામ મંદિરથી સોમનાથ સુધી પદયાત્રામાં જોડાયા હતા.
ખોડલધામથી સોમનાથ પદયાત્રા
ખોડલધામથી સોમનાથ પદયાત્રા દર વર્ષે યોજવામાં આવે છે. જ્યારે 4 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી સુધી કાગવડ ખોડલધામથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પદયાત્રા સતત ત્રીજા વર્ષે યોજાવા જઇ રહી છે. જેમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ તેમના સુપુત્ર શિવરાજ સહિતના ખોડલધામના ટ્રસ્ટીઓ અને 20 જેટલા પદયાત્રીઓ કાગવડ ખોડલધામ મંદિર ખાતે દર્શન કરી ને જય માઁ ખોડલના નાદ સાથે પદયાત્રાની શરૂઆત કરી સતત ત્રીજા વર્ષે પગપાળા ચાલીને સોમનાથ જવા માટે નીકળ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ મહાદેવના ઉપાસક શિવભક્ત છે અને તેઓની આ ત્રીજી પદયાત્રા છે. આ પદયાત્રામાં ખોડલધામના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા.