ETV Bharat / state

ટીમ ઇન્ડિયા કાઠીયાવાડીની શાહી બનાવાટ અડદિયા સાથે રીંગણાના ઓળાની લિજ્જત માણશે - Rajkot India vs Sri Lanka T20 match

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચને (India vs Sri Lanka T20 match 2023) લઈને રાજકોટવાસીઓમાં ખુબ ઉત્સાહ જોવા મળે છે. ત્યારે શિયાળાની સિઝનમાં ટીમ ઇન્ડિયા ઘીમાં રહબોહતા અડદિયા અને કાઠીયાવાડીની શાહી બનાવાટ રીંગણાના ઓળાની લિજ્જત માણશે. (Khanderi Stadium Rajkot)

ટીમ ઇન્ડિયા કાઠીયાવાડીની શાહી બનાવાટ અડદિયા સાથે રીંગણાના ઓળાની લિજ્જત માણશે

author img

By

Published : Jan 4, 2023, 9:59 PM IST

રાજકોટમાં ટીમ ઇન્ડિયા અડદિયા અને રીંગણાના ઓળાની લિજ્જત માણશે

રાજકોટ : રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં 7 જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ (India vs Sri Lanka T20 match 2023) યોજાશે. ત્યારે T20 મેચને લઈને રાજકોટ વાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં ઇન્ડિયન ટીમ રાજકોટની સૈયાજી હોટલ ખાતે રોકાશે. જ્યારે ઇન્ડિયન ટીમ સૈયાજી હોટલ ખાતે રોકાવાની હોય, જેને લઇને હોટલ તંત્રમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ હોટલ પ્રશાસન દ્વારા પણ અનેક તૈયારીઓ કરવામાં આવી છે. (Khanderi Stadium Rajkot)

અડદિયા અને રીંગણાનો ઓળો અપાશે આ સમગ્ર મામલે રાજકોટના સૈયાજી હોટલના ડાયરેક્ટર ઉર્વેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયા બપોરે 1:00 વાગ્યાની આસપાસ સયાજી હોટલ ખાતે પહોંચે. ત્યારે આપણી ગુજરાતી સંસ્કૃતિ મુજબ ગરબાથી તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યારે તેમના માટે ખાસ ગુજરાતી અને કાઠીયાવાડી ડીસ બનાવવામાં આવશે. જેના મેનુની વાત કરવામાં આવે તો અડદીયા, લચકો લાઈવ મેસૂર છે. જ્યારે અત્યારે સીઝન છે ત્યારે ખાસ રીંગણાનો ઓળો છે તે પણ આપણે ટીમના ખેલાડીઓને આપીશુ. (Team India menu in Rajkot)

આ પણ વાંચો રાજકોટ રંગાયું ક્રિકેટના રંગમાં, શુક્રવારે ભારતીય ટીમની એન્ટ્રી

ટીમ ઇન્ડિયા જીતશે તો સેલિબ્રેશન રાજકોટની સૈયાજી હોટલ ખાતે ટીમ ઇન્ડિયાને રોકાણ આપવામાં આવ્યું છે. ત્યારે સૈયાજી હોટલમાં ટીમ ઇન્ડિયાના વેલકમ માટેના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ તારીખ 7 જાન્યુઆરીના સાંજે મેચ રમવામાં આવશે. જેમાં ભારતીય ટીમની જીત થશે તો ટીમની જીત માટે પણ સેલિબ્રેશન કરવામાં આવશે. જેના માટે હોટેલમાં કેક કટીંગ કરવામાં આવશે. તેના માટેની તૈયારી પણ હોટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જ્યારે ટીમ ઇન્ડિયાની જીતને લઈને આશા પણ હોટેલ સ્ટાફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. (Team India in Rajkot)

આ પણ વાંચો રાજકોટમાં 7મીએ ભારત અને શ્રીલંકા T20 મેચ, ખંડેરી સ્ટેડિમમાં શ્રીલંકા પહેલી વખત અજમાવશે નસીબ

ઇન્ડિયન ખેલાડીઓનો અનુભવ રાજકોટની સૈયાજી હોટલ ખાતે ટીમ ઇન્ડિયા અગાઉ પણ મેચ દરમિયાન રોકાઈ ચૂકી છે. ત્યારે હોટલ સ્ટાફ સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો અનુભવને લઈને હોટલના ડાયરેક્ટર ઉર્વેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાથે અમારો અગાઉ પણ ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. તેઓ ખૂબ જ કોઓર્ડીનેશન હોય છે. જ્યારે ખેલાડીઓની કોઈ વધારાની રિક્વાયરમેન્ટ હોતી નથી. આ ખેલાડીઓ પણ આપણી સાથે રેગ્યુલર ગેસ્ટની જેમ જ વર્તન કરતા હોય છે. જ્યારે તેઓ હોટલના તમામ સ્ટાફને પણ રિસ્પેક્ટ આપતા હોય છે. (Cricket match in Rajkot)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.