ETV Bharat / state

ખોડલધામ મંદિરના દ્વાર ખુલ્યા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કર્યા દર્શન

લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-1ની જાહેરાત કરીને નિયમોને આધિન ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. આથી સરકારના નિયમો પ્રમાણે 8 જૂન સોમવારથી સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે દ્વારા ખોલવામાં આવ્યા હતા. ખોડલઘામના ચેરમેન નરેશ પટેલે કાગવડ ખોડલધામ મંદિરના દર્શન કર્યા હતા.

કાગવડ ખોડલધામ મંદિરના દ્વારા ખોલવામાં આવ્યા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે દર્શન કર્યા

author img

By

Published : Jun 8, 2020, 4:38 PM IST

રાજકોટઃ કોરોનાની વાઇરસની મહામારીના કારણે થયેલા તબક્કાવાર લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-1ની જાહેરાત કરીને નિયમોને આધિન ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. આથી સરકારના નિયમો પ્રમાણે 8 જૂન સોમવારથી સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે દ્વાર ખોલવામાં આવ્યા હતા. સરકારે છૂટછાટ આપતા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીમંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કર્યું હતું. ટ્રસ્ટનાના નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે.

કાગવડ ખોડલધામ મંદિરના દ્વારા ખોલવામાં આવ્યા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે દર્શન કર્યા
ગત તારીખ 20 માર્ચથી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. આજે સોમવારથી ખોડલધામ મંદિરના દ્વારા ખુલતા જ દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. આજે ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલે માઁ ખોડલના દર્શન કર્યા હતા.

સુરતથી ભક્તો પણ માઁ ખોડલના દર્શન માટે આવ્યા હતા. જો કે, હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલતા આજથી ભક્તો માટે સવારના 6-30થી સાંજના 6-30 સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે.

ખોડલધામ મંદિર સવારે અને સાંજે થતી આરતીનો લ્હાવો હાલ કોઈ ભક્તો નહીં લઈ શકે. મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી તમામ ભક્તોના શરીરનું તાપમાન માપવામાં આવે છે અને જો વધુ તાપમાન જણાય તો મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનીટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે.

મંદિર પરિસરમાં પ્રવેશનાર દરેક ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવું પડશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિસરમાં ભક્તો વધુ સંખ્યામાં એકઠા ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને દર્શન ગૃહમાં દર્શનાર્થી વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. હાલ મંદિરે થતા ધ્વજારોહણ કાર્યક્રમમાં ફક્ત પાંચ લોકો જ ઉપસ્થિત રહીને ધ્વજારોહણ કરે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના અન્નપૂર્ણાલય અને પ્રસાદઘર હાલ નહીં ખુલે, અને આગામી સમયમાં સરકાર દ્વારા જે નિયમો જણાવવામાં આવશે અને ટ્રસ્ટી મંડળ દ્વારા જે નિર્ણય લેવાશે તે પ્રમાણે મંદિરનું સંચાલન થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.