ETV Bharat / state

Junior Clerk Exam 2023: જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે દોડાવાશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન, વિદ્યાર્થીઓને વિશેષ ફાયદો

ગુજરાત સરકારમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાઓને લઈને રેલવે વિભાગ દ્વારા પરીક્ષાના ઉમેદવારો માટેની વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. જેના પગલે ઉમેદવારોને આ ટ્રેન ફાયદાકારક સાબિત થશે.તો બીજી બાજુ રેલવે વિભાગને પણ ફાયદો થશે. મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળે તેવા હેતુસર રેલવે પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ માટેની વિશેષ ટ્રેન દોડાવામાં આવશે.

Junior Clerk: જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને દોડશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન, વિદ્યાર્થીઓને મળશે વિશેષ ફાયદો

author img

By

Published : Apr 8, 2023, 9:05 AM IST

Updated : Apr 8, 2023, 1:52 PM IST

રાજકોટ: જુનિયર ક્લાર્કની પરીક્ષાને હવે ગણતરીની કલાકો બાકી છે. આ પહેલા રેલવે વિભાગ પણ ઉમેદવારોની મદદ આવ્યું છે. ઉમેદવારોની આવા અને જાવામાં તકલીફ ન પડે તે માટે ઉમેદવારો માટેની વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આગામી 09 એપ્રિલે એટલે કે કાલે ભાવનગર-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન રેલવે વિભાગ દ્વારા દોડાવામાં આવશે.

ટ્રેન સુવિધાઃ ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ-ગુજરાત સરકાર 09 એપ્રિલ, 2023 (રવિવાર) ના રોજ "જુનિયર ક્લાર્ક" ની પરીક્ષા વિવિધ સ્થળોએ યોજાશે. આ પરીક્ષામાં બેસવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ટ્રેનમાં મુસાફરી કરશે. જેની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 09 એપ્રિલ 2023ના રોજ ભાવનગરથી ગાંધીગ્રામ અને જૂનાગઢથી રાજકોટ વચ્ચે એક દિવસ માટે "પરીક્ષા સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય કર્યો છે.

જંક્શન પર સ્ટોપ: ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગરઆ ટ્રેન ભાવનગર-ગાંધીગ્રામ પરીક્ષા વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 05:30 કલાકે ઉપડશે. 09:40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે. આવી જ રીતે, પરત દિશામાં ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી 15:30 કલાકે ઉપડશે. 19:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે.

શું કહે છે અધિકારીઃ આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનો પરીક્ષા આપવા માટે જઈ રહેલા ઉમેદવારોને ફાયદો મળે તે માટેનું વિશેષ આયોજન કરેલ છે. આ સ્પેશ્યલ ટ્રેનની જાહેર કરેલ વિગતો અનુસાર ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર તેમજ જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ રૂટ પર ટ્રેનો દોડાવામાં આવશે.

આ પણ વાંચો Rajkot News : જાડેજા પરિવારે લોકોની સેવા માટે ફાળવી બે એમ્બ્યુલન્સ, લાલબાપુએ બાંધી રક્ષા ચૂંદડી

અહીં સ્ટોપ કરશે:રાજકોટ-જૂનાગઢ-રાજકોટ આ ટ્રેન રાજકોટ-જૂનાગઢ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 07:00 કલાકે ઉપડશે અને 08:50 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં જૂનાગઢ-રાજકોટ પરીક્ષા વિશેષ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 15:00 કલાકે ઉપડી રાજકોટ 17:00 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર ઉભી રહેશે. જૂનાગઢ-રાજકોટ-જુનાગઢઆ ટ્રેન જૂનાગઢ-રાજકોટ પરીક્ષા વિશેષ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 07:30 કલાકે ઉપડશે 10:00 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં રાજકોટ-જૂનાગઢ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 14:55 કલાકે ઉપડશે અને જૂનાગઢ 17:15 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ વાંચો Rajkot news : ચલણી નોટ પર શરમાવે તેવા બિભત્સ શબ્દો લખી મહિલાઓના ઘરમાં ફેકનાર વિકૃત વૃદ્ધ ઝડપાયો

રેલવિભાગની યાદી: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ સહેલાઈથી પરિવહન કરી શકે. મુસાફરી દરમિયાન વધુ સુખ સુવિધા મળે તેવા હેતુસર રેલવે પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ માટેની વિશેષ ટ્રેન દોડાવામાં આવશે. તેવી હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાર્થીઓએ પણ આ ટ્રેનનો વધુને વધુ ઉપયોગ કરી અને ટ્રેનના સમય પત્રક અંગેની માહિતી મેળવી પોતાના વતનથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે આ ટ્રેનનો ઉપયોગ કરશે. તે માટેની પણ રેલ્વે પ્રશાસનને માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.

Last Updated : Apr 8, 2023, 1:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.