ETV Bharat / state

Drugs: ગુજરાત ATS, દિલ્હી NCB અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું જોઈન્ટ ઓપરેશન, 214 કરોડના ડ્રગ્સ અને નાઇઝીરિયનની ધરપકડ - ATS Delhi NCB and Surat

ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ગુજરાત ATS, NCB દિલ્હી અને સુરત ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનથી ગુજરાતના દરીયાકાંઠે ઉતરેલા કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ થયો છે. સંયુક્ત ઓપરેશન પાર પાડી 214 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે એક નાઈજરીયન યુવકની ધરપકડ કરી છે.

joint-operation-of-gujarat-ats-delhi-ncb-and-surat-crime-branch-drugs-worth-214-crores-and-nigerian-arrested

author img

By

Published : May 13, 2023, 9:11 PM IST

સુનિલ જોશી, SP, ગુજરાત ATS

અમદાવાદ: ગુજરાત એટીએસ, દિલ્હી એનસીબી અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન પાર પાડી 214 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે એક નાઈજરીયન યુવકની ધરપકડ કરી છે. મહત્વનું છે કે રાજકોટ ગ્રામ્યના વિસ્તારમાંથી 30.66 કિલો હેરોઇનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જે જથ્થો દિલ્હીમાં નામ બદલીને રહેતા નાઈઝીરીયન યુવકે મંગાવ્યો હોવાથી એટીએસની ટીમે દિલ્હી એનસીબીની મદદથી નાઈઝીરીયન યુવકની પણ ધરપકડ કરી છે.

214 કરોડના ડ્રગ્સ અને નાઇઝીરિયનની ધરપકડ
214 કરોડના ડ્રગ્સ અને નાઇઝીરિયનની ધરપકડ

બાતમીના આધારે કાર્યવાહી: ગુજરાત એટીએસના પૂર્વ ડીવાયએસપી અને હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે પાકિસ્તાન કરાંચીના ડ્રગ્સ માફિયા હાજી અનવરે હિરોઈનનો માલ બોટ મારફતે ગુજરાતના દરિયા કિનારે ઉતાર્યો છે. તે હેરોઈનનો જથ્થો જાફર નામના હિસાબે રાજકોટથી જામનગર તરફ જવાના રોડ ઉપર આવેલ ખંઢેરી સ્ટેડિયમના સામેના ભાગે આવેલ શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે સંતાડ્યો છે. આ હેરોઈનનો માલ બબલુ નામનો માણસ વાહનમાં ભરી દિલ્હી ખાતે કોઈ નાઈઝીરીયન વ્યક્તિને ડીલીવરી કરવાનો છે.

'આરોપી છેલ્લા એક વર્ષથી અલગ અલગ નામ બદલીને દિલ્હીમાં રહેતો હતો. જેથી તે કેટલી વાર ડ્રગ્સ મંગાવી ચુક્યો છે અને તેના ગ્રાહકો અને અન્ય આરોપીઓ અંગે પૂછપરછ બાદ ખુલાસા થશે. હાલ આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરવામા આવી છે.' -સુનિલ જોશી, SP, ગુજરાત ATS

હેરોઇન જપ્ત: બાતમી આધારે ગુજરાત એટીએસપી ટીમે રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકાના ન્યારા ગામ ખાતે 10 મી મે 2023 ના સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેકડેમની પાડી પાસે એક શંકાસ્પદ કોથળો મળી આવ્યો હતો, જેથી તપાસ કરતા તેમાંથી કુલ 31 પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા. આ પ્લાસ્ટિકના પેકેટમાં પાવડર જેવો શંકાસ્પદ પદાર્થ જોવાનું જણાતા નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેકશન કીટની મદદથી પરીક્ષણ કરતા શંકાસ્પદ પદાર્થ હેરોઇન હોવાનું ખુલ્યું હતું. તેમાં તપાસ કરતાં 214.62 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું કુલ 30.66 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

નાઈઝીરીયન યુવકની ધરપકડ: પોલીસને મળેલી બાતમી અનુસાર આ હિરોઈનના જથ્થાની ડીલીવરી બબલુ નામના ઈસમ દ્વારા દિલ્હી ખાતે ઓકોયે નામના નાઈઝિરિયન ઈસમને થવાની હોવાથી ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દિલ્હી ખાતે મોકલવામાં આવી હતી. દિલ્હી એનસીબીની મદદથી નવી દિલ્હી ખાતે આવેલા ઉત્તમનગરમાંથી ઓકોયે નામના નાઈઝીરીયન યુવકને પકડી પાડવામાં આવ્યો હતો.

મોટા ખુલાસા: ગુજરાત એટીએસ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને NCB ની ટીમ આનંદવિહાર ઉત્તમનગર નવી દિલ્હી ખાતે સર્ચ કરતા પાસપોર્ટના કેટલાક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ મળી આવી હતી જેની ખરાઈ કરતા તે ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ એકેયનું સાચું નામ એકવુનીફ મરસી ન્વોગ્બો અને તેની ઉંમર 28 વર્ષની હોવાની હકીકત સામે આવી હતી. આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવતા તપાસ કરતા તેના પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્ક ખુલ્યા હતા.

12 દિવસના રિમાન્ડ: આરોપીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓગસ્ટ 2022 થી તે ખોટી ઓળખના આધારે નવી દિલ્હી ખાતે ભાડેથી રહેતો હતો અને નાર્કો ટ્રાફિકના ધંધામાં આવેલો છે. પકડાયેલા આરોપીએ બે દિવસ અગાઉ અને એક જગ્યાએ મકાન ભાડેથી રાખ્યુ હોવાનું પણ સામે આવ્યું હતું. જે મકાનમાં તે રાજકોટથી મળી આવેલા માદક પદાર્થની ડિલિવરી મેળવી તેનો સંગ્રહ કરી બાદમાં તેનું વેચાણ કરવાનો હતો. પકડાયેલો આરોપી કેટલા સમયથી ગુનાહિત પ્રવૃત્તિ આચરે છે અને અગાઉ ડ્રગ્સનો જથ્થો કઈ કઈ જગ્યાએથી લાવી કોને કોને વેચ્યો છે અને આ સમગ્ર રેકેટમાં કેટલા લોકો સામેલ છે તે તમામ દિશામાં ગુજરાત એટીએસએ આરોપીના 12 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

  1. Rajkot Crime News: રાજકોટમાંથી 200 કરોડથી વધુનો હેરોઈનનો જથ્થો ઝડપાયો
  2. Valsad Crime : પારડીમાં તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પકડાયો તો વધુ કરતૂતો બહાર આવ્યાં

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.