રાજકોટ : જયા પાર્વતી વ્રતનો અષાઢ સુદ તેરસના દિવસે પ્રારંભ થાય છે. આ વ્રત અષાઢ સુદ-13થી અષાઢ વદ-3સુધી એમ પાંચ દિવસનુ હોય છે, પહેલા દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે. પહેલાંના સમયમાં માતા પાર્વતીએ અષાઢી સુદ તેરસને દિવસે આ વ્રતનો પ્રારંભ કર્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આ વ્રત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. જેમાં વ્રતના પ્રથમ દિવસે શ્રી ગાયત્રી મંદિર ખાતે યુવતીઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી.
જયા પાર્વતી વ્રતનો પ્રારંભ :
- આજે શુક્રવારથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે
- પ્રથમ દિવસે સરકારની ગાઇડલાઇન અનુસાર યુવતીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પુજા અર્ચના કરી
- મંદિરમાં સેનેટાઇઝરની પણ ખાસ વ્યવસ્થા
- યુવતીઓએ સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને તેની પ્રાર્થના કરી
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી છે, ત્યારે વિરપુરની યુવતીઓ આ જયા પાર્વતી વ્રતની પૂજા સરકારની ગાઈડ લાઇનનું પાલન કરીને કરી હતી. જેમાં યુવતીઓ મોઢે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી પૂજા વિધિ કરી હતી. તેમજ શ્રી ગાયત્રી મંદિરના પુજારી હસુભાઈ જોષી દ્વારા સેનિટાઇઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોરોના વાઇસરનું સંક્રમણ ન ફેલાય તે માટે પૂજામાં આવનાર તમામ યુવતીઓને સેનેટાઈઝ કરી સોશિયલ ડિસ્ટન્સ રાખી વ્રતની પૂજા વિધિ કરી હતી, જયા પાર્વતી વ્રતની પૂજાની સાથે સાથે યુવતીઓએ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસનો સંક્રમણ નષ્ટ થાય તેવી મહાદેવને પ્રાર્થના પણ કરી હતી.