ETV Bharat / state

જસદણમાં આઈસરે બાઈક સવારને અડફેટે લીધો, યુવાનનું મોત - બાઇક સવારનું મોત

રાજકોટઃ જસદણ તાલુકાના જસાપર ગામના ભરવાડ યુવાનનું આટકોટ-જસદણ રોડ પર આઇસરની ઠોકરે બાઇક સવાર નું મોત નિપજયુ હતુ, મૃતક યુવાનના સગપણ માટે પરિવારજનો શનિવારના રોજ કન્યા જોવા જવાના હતાં.

જસાપર ગામના યુવાનનું આઇશરની ઠોકરે બાઇક સવારનું મોત
જસાપર ગામના યુવાનનું આઇશરની ઠોકરે બાઇક સવારનું મોત
author img

By

Published : Dec 21, 2019, 7:26 PM IST

જસદણના જસાપરમાં રહેતો અને જસદણ નજીક ચાની હોટલ ધરાવતો અનિલ રાજુભાઇ મુંધવા (ઉ.વ.18) સાંજે આટકોટથી દૂધ ભરી જસદણ તરફ બાઇક પર જતો હતો, ત્યારે રસ્તામાં જયંત કારખાના નજીક આઇસરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી, જેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતુ.

મૃત્યુ પામનાર અનિલ બે ભાઇમાં મોટો હતો અને ચ્હાની હોટલમાં કામ કરતો હતો. તેના સગપણ માટે કન્યા જોવા જવાની વાત ચાલતી હતી. તેના મોત બાદ પરિવારમાં માતમ છવાઈ ગયુ છે.

Intro:એન્કર :- જસદણ તાલુકા ના જસાપર ગામના ભરવાડ યુવાનનું આટકોટ - જસદણ રોડ પર આઇશરની ઠોકરે બાઇક સવાર નું મોત નિપજયુ મૃતક યુવાનના સગપણ માટે પરિવારજનો આજે કન્યા જોવા જવાના હતાં.

વિઓ :- જસદણના જસાપરમાં રહેતો અને જસદણ નજીક ચાની હોટલ ધરાવતો અનિલ રાજુભાઇ મુંધવા (ઉ.વ.૧૮) સાંજે આટકોટ થી દૂધ ભરી જસદણ તરફ બાઇક પર જતો હતો ત્યારે રસ્તામાં જયંત કારખાના નજીક આઇશરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું મૃત્યુ પામનાર અનિલ બે ભાઇમાં મોટો હતો અને ચાની હોટલ માં ચા વેચતો હતો આજે જ તેના સગપણ માટે કન્યા જોવા જવાની વાત ચાલતી હતી તેવું તેના મિત્રએ જણાવ્યું હતું યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.Body:ફોટો સ્ટોરી - Conclusion:મૃતક નો ફાઈલ ફોટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.