ETV Bharat / state

ઉપલેટામાં ફરી વળ્યું 'દાદાનું બુલડોઝર': 100 કરોડની કિંમતની 1200 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું દબાણ - UPLETA DEMOLITION

ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે ગૌચરની જમીન પર દબાણો હટાવવા તંત્ર દ્વારા ડિમોલિશન તેમજ દબાણ દૂર કરવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.

ગૌચરની જમીન પરથી દબાણ હટાવાયું
ગૌચરની જમીન પરથી દબાણ હટાવાયું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2024, 5:20 PM IST

રાજકોટ: ઉપલેટા તાલુકાના હાડફોડી ગામમાં ઉપલેટા નગરપાલિકા હસ્તકની સર્વે નંબર 18 પૈકીની ગૌચરની જમીન ઉપર 70 જેટલા દબાણકારોએ દબાણ કર્યું હોવાની બાબતો સામે આવી હતી. જેમાં આ દબાણ કરેલી અંદાજિત 1200 વીઘા જેટલી જમીનની બજાર કિંમત 100 કરોડ હોવાનો અંદાજ છે. તંત્રને સમગ્ર બાબતો ધ્યાને આવતા તંત્ર દ્વારા તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ સંપૂર્ણ બંદોબસ્ત અને વ્યવસ્થા સાથે ડિમોલેશનની કામગીરી કરી ઉપલેટા તાલુકાના ગામે ઉપલેટા નગરપાલિકાની માલિકીની સર્વે નંબર 18 પૈકીની આશરે 252 હેક્ટર ગૌચરની જમીન જે 70 જેટલા દબાણકારોએ દબાણ કર્યું હતું, તેમને કબજામાં લેવા માટેની કામગીરી હાથ ધરી હતી.

252 હેક્ટર ગૌચરની જમીન જે 70 જેટલા દબાણકારોનું દબાણ (ETV Bharat Gujarat)

1200 વીઘા જમીન પર 20-25 વર્ષથી દબાણ
ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે ગૌચરની જમીન પર દબાણો હટાવવા તંત્ર દ્વારા ડિમોલિશન તેમજ દબાણ દૂર કરવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. તેમાં આ જમીનો ઉપર અંદાજિત 20 થી 25 વર્ષથી દબાણ હોવાનું માલુમ પડી રહ્યું છે. જેમાં વર્ષો સુધી દબાણ ભોગવવા માટે તંત્રએ કદાચ ઢીલાશ જ રાખી હશે કે તસ્દી નહીં લીધી હોય તેને કારણે દબાણ કરનારને જાણે તંત્રની રહેમદિલી હેઠળ ઘી-કેળા હોય અથવા તો તંત્રની કોઇ સાંઠ-ગાંઠ હોય તેનો ચોક્કસ લાભ મળતો હતો. વર્ષોથી કરોડો રૂપિયાની જમીન ઉપર કરેલા દબાણને દૂર કરાવવા માટેની કામગીરી હાથ ધરી અંદાજિત 1200 વીઘા જમીન ઉપર થયેલા દબાણને દૂર કરવાની અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ જમીનો ઉપર અંદાજિત 20 થી 25 વર્ષથી દબાણ
આ જમીનો ઉપર અંદાજિત 20 થી 25 વર્ષથી દબાણ (ETV Bharat Gujarat)

નોટિસ બાદ તંત્રની કામગીરી
આ અંગેની પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ઉપલેટા નગરપાલિકાએ જમીન ઉપર કરેલા દબાણકારોને સૌપ્રથમ નોટિસ ફટકારી દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું. ત્યારે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસો અને સૂચનો તેમજ અન્ય માર્ગદર્શનનું કોઈ પણ પ્રકારનું પાલન ન કરતા આ મામલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશીની સૂચનાથી ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખાનાના આગેવાનીમાં ઉપલેટા નગરપાલિકા હસ્તકની જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણ પર ડિમોલિશન કરી દબાણ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

100થી વધુ કર્મચારી-10 JCBથી કામગીરી
ઉપલેટામાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ થવામાં આવી હતી. જેમાં કુલ 100 કરતાં પણ વધારે કર્મચારીઓ જોડાયા હતા અને 10 જેટલા જે.સી.બી. તેમજ 15 જેટલા રોટાવેટર અને અન્ય સાધનોની મદદથી અંદાજિત 100 કરોડની 200 હેક્ટર જમીન એટલે કે 1200 વીઘા ગૌચરની જમીનને ખુલ્લી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં આ જમીનનો કબજો ઉપલેટા નગરપાલિકા દ્વારા સંભાળી લેવામાં આવશે તેવું પણ ધોરાજી પ્રાંત અધિકારીએ તેમની યાદીમાં જણાવ્યું છે.

ઉપલેટામાં સૌથી મોટી ડિમોલિશનની કામગીરી
આ ડિમોલિશનની કામગીરી ઉપલેટા પંથકમાં સૌથી મોટી ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હોય અને ગૌચરની જમીન પર થયેલા દબાણને દૂર કરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારની કામગીરીને લઈને લોકોએ પણ તંત્રની પ્રશંસા કરી ગૌચરની આ જમીનને મુક્ત કરાવનાર તંત્રને પણ ખૂબ બિરદાવ્યા હતા અને આગામી દિવસોમાં ગાય માતાના સારા હેતુ માટે તંત્ર આ જમીનમાં કંઈક સારા કાર્યો અને સારા ઉપયોગ માટે આ જમીનને પોતાના હસ્તગત જ રાખી ગૌ માતાના હિત માટેના કાર્ય કરશે તેવા પણ સમર્થન સાથે તંત્રની કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો:

  1. સાવરકુંડલાની સહકારી મંડળીઓને IT નોટિસ, કરોડો રૂપિયાની પેનલ્ટી ફટકારી
  2. શિયાળામાં સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખજો તૈયાર, કમોસમી વરસાદ પડવાની શક્યતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.