- ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન
- ગ્લોબલ સાઈકલિંગ સિટીઝ કેમ્પેઈન
- વૈશ્વિક અભિયાનમાં 25 લાઈટહાઉસ શહેરોની પસંદગી
રાજકોટઃ વર્ષ 2025 સુધીમાં 2.5 કરોડ લોકોને સેઈફ સાઈકલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનાવવાનાં લક્ષ્યાંક સાથે આ પ્રથમ 26 લાઈટહાઉસ સિટીઝ (દિશાદર્શક અને માર્ગદર્શક શહેરો) વિશ્વભરના કુલ 250 શહેરોને આ મેગા અભિયાનમાં જોડવા માટે પ્રેરિત કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરે ભારતના 11 શહેરોમાં સ્થાન મેળવ્યું
આઈ.ટી.ડી.પી. દ્વારા "વર્લ્ડ બાઈસિકલ ડે" તા.3જી જુન, 2021ના રોજ "ગ્લોબલ સાઈકલિંગ સિટીઝ કેમ્પેઈન" વર્ચ્યુંઅલી લોન્ચ કરવામાં આવ્યું હતું. આગામી નવેમ્બર માસમાં યોજાનાર ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં આ કેમ્પેઈન સત્તાવારરીતે લોન્ચ કરવામાં આવશે, તેમ રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય બનશે કે, ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ ચલાવાયેલા અભિયાન "ઇન્ડિયા સાઈકલ ફોર ચેન્જ કેમ્પેઈન" હેઠળ રાજકોટ શહેરે ભારતના 11 શહેરોમાં સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત રૂ. 1કરોડનો પુરસ્કાર પણ મળ્યો હતો.
વૈશ્વિક અભિયાનમાં 25 લાઈટહાઉસ શહેરોની પસંદગી
સાઈકલિંગ ક્ષેત્રે અન્ય શહેરોને પ્રેરણા આપી શકે તેવા રાજકોટના ઉત્સાહને નજર સમક્ષ રાખી આઈ.ટી.ડી.પી.નાં નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા આ વૈશ્વિક અભિયાનમાં 25 લાઈટહાઉસ શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં લોકોને સેઈફ સાઈકલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનાવી વિશ્વના અન્ય શહેરોને પણ આ માટે પ્રેરિત કરવામાં આવશે. 25 લાઈટહાઉસ શહેરોને આઈ.ટી.ડી.પી. મારફત ટેકનિકલ સહયોગ પ્રાપ્ત થશે.
400 મિલિયન ટન જેટલો કાર્બન વાતાવરણમાં ભળતો અટકાવવાનો ધ્યેય
આઈટી.ડી.પી. દ્વારા "ગ્લોબલ સાઈકલિંગ સિટીઝ કેમ્પેઈન" હેઠળ કુલ 250 શહેરોને સેઈફ સાઈકલિંગ ક્ષેત્રે ચેમ્પિયન સિટી તરીકે તૈયાર કરવાની સાથે વર્ષ 2050 સુધીમાં 400 મિલિયન ટન જેટલો કાર્બન વાતાવરણમાં ભળતો અટકાવવાનો ધ્યેય રહેલો છે. વિશ્વભરના આ 250 શહેરો અન્ય શહેરો માટે દિશાદર્શક બની રહેશે.
આ પણ વાંચોઃ એલર્ટ રહેજો... ગુજરાત પર હજુ પણ 5 દિવસ ઝળુંબશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચોઃ UPSC પરીક્ષા 2020 નું પરિણામ જાહેર, કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8માં સ્થાને