ETV Bharat / state

રાજકોટમાં કોરોનાના કેસ વધતા દુકાનો પર "TAKE AWAY" પદ્ધતિનો અમલ

author img

By

Published : Jul 7, 2020, 8:17 PM IST

રાજકોટ શહેરમાં વસતા કોરોના વાઇરસના કેસને લઈને મંગળવારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રાજકોટમાં નાના વેપાર ધંધો કરતા લોકો માટે અને ચા અને પાનની દુકાને જતા લોકો માટે વેપારીઓને Take away પદ્ધતિનો અમલ કરવાની સૂચના આપી છે. Take away પદ્ધતિ મુજબ લોકોએ પાન-માવા, ચા નાસ્તાની દુકાનોથી જે તે વસ્તુની ખરીદી કરીને ત્યાંથી તાત્કાલિક ત્યાંથી જતા રહેવું પડશે.

TAKE AWAY
TAKE AWAY

રાજકોટ: રાજકોટ શહેરમાં વધતા કોરોનાના કેસને લઈને મંગળવારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રાજકોટમાં નાના વેપાર ધંધો કરતા લોકો માટે અને ચા અને પાનની દુકાને જતા લોકો માટે વેપારીઓને Take away પદ્ધતિનો અમલ કરવાની સૂચના આપી છે.

Take away પદ્ધતિમાં મુખ્યત્વે લોકોએ પાન-માવા, ચા નાસ્તાની દુકાનોએથી વસ્તુની ખરીદી કરીને ત્યાંથી તાત્કાલિક જતું રહેવાનું રહેશે. એટલે કે હવેથી ગ્રાહકે ચા, પાન-માવા અને નાસ્તાની દુકાનેથી વસ્તુઓ લઈને ત્યાંથી જતા રહેવું પડશે. મનપા દ્વારા હવેથી દુકાને ટોળા વળીને ઉભા રહેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેને લઈને બુધવારે મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા Take Awayનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.

કોરોનાના કેસ વધતા દુકાનોએ કર્યો TAKE AWAY પદ્ધતિનો અમલ

રાજકોટમાં કોરોના કેસ વધતાં હોવાના કારણે રાજકોટના take away પદ્ધતિનો હવેથી અમલ કરવાનો રહેશે. જેને લઇને દૂકાનો પર પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે અને કોરોનાના વધતા જતા સંક્રમણમાં ઘટાડો થઈ શકે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ Take Away પદ્ધતિથી ચા, પાન-માવાની દુકાનો શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને હવેથી રાજકોટ શહેરમાં પણ આ પદ્ધતિ અમલી બનાવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં ચા, માવા-પાન, નાસ્તાઓ સહિતની અંદાજીત 65 હજાર કરતા વધુ નાની મોટી દુકાનો આવેલી છે. જેને હવેથી TAKE AWAY પદ્ધતિ વડે ચલાવવાની રહેશે. આ અંગે રાજકોટ ETV BHARAT દ્વારા શહેરમાં વર્ષોથી પાનની દુકાન ધરાવતા ધર્મેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાના આ નિર્ણયને રાજકોટવાસીઓ પણ આવકારી રહ્યા છે, તેમજ તેઓ પણ ચા-નાસ્તા અને પાન પાર્લર પર જઈને પાર્સલ લેવાનો આગ્રહ રાખી રહ્યા છે. આ સાથે કામ સિવાય બિનજરૂરી દુકાને ઉભા રહેવાનું પણ રાજકોટવાસીઓ ટાળી રહ્યા છે. આ અંગે રાજકોટના નરેન્દ્રભાઈ બારડ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા અપનાવવામાં આવેલી આ પદ્ધતિના કારણે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઘટશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ચાના અંદાજીત 4,000 જેટલા થડા છે. તેમજ મધ્ય અને નાના ચાના થડાની અંદાજીત રોજની આવક રૂ. 500થી 700 જેટલી થાય છે. હાલ ઉદ્યોગધંધા શરૂ થતાની સાથે જ ઓફિસો અને કારખાનામાં ચાની વિશેષ માગ રહેતી હોય છે, ત્યારે ચાના ધંધાર્થીઓ પણ કોરોના વાઇરસને લઈને સાવચેતીનું પાલન કરતા હોય છે.

રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા take away પદ્ધતિના નિર્ણયને લઈને ETV BHARAT દ્વારા રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ સાથે આ અંગે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ કારણોસર મોબાઈલ ફોન ઉપાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મંગળવારથી જ takeaway પદ્ધતિને અમલી બનાવી દેવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવામાં આ પદ્ધતિથી કેટલી કારગત નિવડશે તે જોવાનું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌપ્રથમ કેસ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉનમાં 19 માર્ચના રોજ રાજકોટ ખાતે નોંધાયો હતો. તેમજ ધમણ-1ની શોધ પણ રાજકોટમાં જ થઈ હતી. આ વેન્ટિલેટરે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.