ETV Bharat / state

દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં વધારો, રાજકોટમાં ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ

દિવાળીના તહેવાર (Diwali festival)દરમિયાન રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ જાહેર કરવામાં આવી હતી. જેના કારણે વિવિધ ફરવાના સ્થળોએ લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જ્યારે રાજકોટમાં પણ ફરવાલાયક સ્થળ ઉપર મોટા ભાગના લોકો એકઠા થયા હતા.રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 8 જેટલા કોરોના પોઝિટિવ કેસ (Corona positive case)નોંધાયા છે. જેમાં ગત 8 તારીખે કોરોના(Corona)ના એક સાથે 4 કેસ નોંધાયા હતા. જ્યારે 9 તારીખે કોરોના 2 કેસ અને 10 તારીખે પણ કોરોના 2 કેસ નોંધાયા છે.

દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં વધારો, રાજકોટમાં ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ
દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં વધારો, રાજકોટમાં ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ
author img

By

Published : Nov 11, 2021, 5:38 PM IST

  • તહેવાર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી
  • દિવાળીના તહેવાર બાદ મોટા શહેરોમાં કોરોના કેસમાં વધારો
  • રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા

રાજકોટઃ દિવાળીના તહેવાર દરમિયાન રાજ્ય સરકાર(State Government) દ્વારા થોડી છૂટછાટ જાહેર કરવામાં આવી હતી. જેના કારણે વિવિધ ફરવાના સ્થળોએ લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જ્યારે રાજકોટ(Rajkot)માં પણ ફરવાલાયક સ્થળ ઉપર મોટા ભાગના લોકો એકઠા થયા હતા. જેને લઈને કોરોના સંક્રમણ (Corona transition)ફેલાવાનો ભય પણ ફેલાયો હતો. દિવાળી બાદ રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 8 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અગાઉ અઠવાડિયે માત્ર એક અથવા બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં એક સાથે 8 જેટલા કોરોના પોઝિટિવ કેસ (Corona positive case)સામે આવતા આરોગ્ય તંત્ર કામગીરીમાં લાગ્યું છે.

કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો: અમિત અરોરા

છેલ્લા ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 8 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગત 8 તારીખે કોરોનાના એક સાથે 4 કેસ નોંધાયા હતા. જ્યારે 9 તારીખે કોરોના 2 કેસ અને 10 તારીખે પણ કોરોના 2 કેસ નોંધાયા છે. આમ હવે રાજકોટમાં ધીમે ધીમે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે હાલ રાજકોટમાં કોરોનાના કુલ 8 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોનાના કુલ 42,854 કેસ મનપા ચોપડે નોંધાયેલા છે. જોકે દિવાળી બાદ કોરોના કેસમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે.

શહેરમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધારો થતાં આ મામલે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે તહેવારો બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં તહેવાર દરમિયાન પણ વિવિધ જગ્યાઓ જેવી કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ સહિતની જગ્યાઓ પર લોકોનું સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. હજુ પણ આ ટેસ્ટની કામગીરી ચાલુ જ રાખવામાં આવી છે. તેમ જ હાલ જે પ્રકારે કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યાં દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની માહિતીઓ એકઠી કરીને વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં વેક્સીનમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સિનેશન

રાજકોટમાં કોરોના વેક્સીનમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સિનેશન થયું છે. જ્યારે બીજા ડોઝ માટે હવે દિવાળી બાદ વેક્સિનેશનની કામગીરી કોર્પોરેશન દ્વારા વધારવામા આવશે. રાજકોટમાં દિવાળી અગાઉ કોરોનાના દરરોજ 1500થી 2 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા પરંતુ હવે દિવાળી બાદ આ ટેસ્ટમાં વધારો કરી 2 હજાર કરતાં વધુ કોરોનાના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે. તેમજ જ્યાં પણ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. તે તમામ દર્દીઓને ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવશે.

આ પણ વાંચોઃ દિવાળી બાદ લગ્ન સહિતના પ્રસંગોની સીઝન, રાજકોટ મનપા કોમ્યુનિટી હોલ માટે થયાં 460 બુકિંગ

આ પણ વાંચોઃ Fire : નવસારીના ગ્રીડ નજીક ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઈનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.