ETV Bharat / state

રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકો ગરમાયા, કચેરીએ નાખ્યા ધામા - Officer of the corporation

રાજકોટ(Rajkot)માં ચાલુ વર્ષે સારો વરસાદ(Rain) થવાં છતાં સ્થાનિકોને પાણી પૂરતું મળતું નથી. જો કે, આ વર્ષે વરસાદે આજી-ન્યારી ડેમ(Aji-Nyari Dam) ઓવરફલો કરી દીધા હતા. ત્યારે શહેરીજનોને પૂરતું પીવાનું પાણી(Water) નહીં મળતા આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે મવડી વિસ્તારમાં રહેતા સ્થાનિકો રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા.

રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકો ગરમાયા, કચેરીએ નાખ્યા ધામા

author img

By

Published : Oct 20, 2021, 7:52 PM IST

  • રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકો ગરમાયા, કચેરીએ કર્યા તીવ્ર સૂત્રોચ્ચાર
  • આજી-ન્યારી ડેમ ઓવરફલો થવા છતાં પાણી માટે તાગડધીન્ના
  • જે પાણી આપવામાં આવે છે તે પીવા લાયક નથીઃ સ્થાનિકો

રાજકોટ: ચાલુ વર્ષે સારો વરસાદ થયો હોવાના કારણે રાજકોટ(Rajkot)ની પાણી(Water) પૂરું પાડતા એવા આજી ડેમ અને ન્યારી ડેમ(Aji-Nyari Dam) ઓવરફલો થઇ ગયા છે. જો કે રાજકોટમાં ડેમ ઓવરફલો(Overflow) થયા હોવા છતાં પણ શહેરીજનોને પૂરતું પીવાનું પાણી નહીં મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે મવડી વિસ્તારમાં રહેતા સ્થાનિકો રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. તેમનું કહેવું છે કે, તેમના વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી કોર્પોરેશન દ્વારા પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી. જ્યારે જે પાણી આપવામાં આવી રહ્યું છે. તે પાણી પણ પીવા લાયક નથી. જેને લઈને આજે રાજકોટ કોર્પોરેશન કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા તેરે અધિકારીઓને પાણી મામલે રજૂઆત કરી હતી.

છેલ્લા ત્રણ મહિનાથી વિસ્તારમાં પાણીની સમસ્યા

રાજકોટના મવડી વિસ્તાર(Mwdi area)ના પટેલ નગરના રહેવાસીઓ આજે મોટી સંખ્યામાં રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ જોન(Central Zone of the Corporation) કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા પાણી આપો પાણી આપો તેવા સૂત્રોચાર સાથે કોર્પોરેશનના અધિકારી(Officer of the corporation)ઓને વિસ્તારમાં પાણી આપવા માટેની રજૂઆત કરી હતી. જ્યારે આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ પાણીના ધાંધિયા છે. એવામાં જે પાણી પીવા માટે આપવામાં આવે છે. તે પાણી પણ પીવા લાયક નહીં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઈને આજે કોર્પોરેશન કચેરી ખાતે થોડા સમય માટે ભારે હંગામો જોવા મળ્યો હતો.

રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકો ગરમાયા, કચેરીએ નાખ્યા ધામા

અનેક ફરિયાદ કરી છતાં નથી આવ્યા અધિકારીઓ: સ્થાનિકો

મવડી વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી સત્તત પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે. જેને લઈને આજે સ્થાનિકોએ મનપા કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમજ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અમે કોર્પોરેશનને પાણી મામલે અનેક રજૂઆત કરી છે છતાં પણ હજુ સુધી કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી. જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ માત્ર સર્વે કરવા આવે છે અને જતા રહે છે. ત્યારબાદ પાણી અંગેની કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને તેમને યોગ્ય પાણી મળતું નથી. જ્યારે જે પાણી પણ મળે છે તે પીવાલાયક હોતું નથી જેને લઇને રોગચાળો વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Panchmahal MP RatanSingh Rathore ની રજૂઆત બાદ સિંચાઈ માટે તળાવોમાં પાણી નાખવા સર્વે હાથ ધરાયો

આ પણ વાંચોઃ પર્વતોની મહેરબાની : ભાવનગરનું બોરતળાવ વગર વરસાદે પાણીની આવકથી થયું ઓવરફ્લો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.