- વીડિયો સોશિયલ મીડિયામાં શેર થતાં પોલીસ આવી હરકતમાં
- અગાઉ એક ગુનામાં સંડોવણી થતાં પોલીસે ધરપકડ કરી હતી
- આ દરમિયાન વીડિયો બનાવ્યો હતો અને જેલમુક્ત થતાં સોશિયલ મીડિયામાં મુક્યો હતો
આ પણ વાંચોઃ અમદાવાદ: લગ્ન બાદ પરત આવી રહેલા જાનૈયા અને પોલીસે વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ
રાજકોટઃ થોડાક સમય પહેલા આરોપી જયેશ ડાંગર, તુષાર દવે, કિશન ડવ અને ધર્મેશે શહેરના કોઠારીયા રોડ પર આવેલા શ્રદ્ધાપાર્કમાં રહેતા કિશન મકવાણા નામના યુવાનના ઘરે જઈને તેને માર મારી ધમકી આપી હતી. આ ગુનામાં પોલીસે આરોપીને ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન આરોપી જયેશ ડાંગર અને તુષાર દવેએ ભક્તિનગર પોલીસ મથકની લોકઅપમાં વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ લોકઅપમાંથી બહાર આવ્યા બાદ આરોપીઓ દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટમાં ખાખીની દાદાગીરી આવી સામે, શાકભાજીના વેપારીને કર્યા હેરાન
પોલીસે વીડિયો બનાવનાર આરોપીઓની કરી ધરપકડ
ભક્તિનગર પોલીસ મથકના લોકઅપમાં વીડિયો બનાવવા મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. વીડિયો બનાવનાર જયેશ ડાંગર તેમજ તુષાર દવેને ભક્તિનગર પોલીસે તાત્કાલિક ઝડપી પાડયા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા બન્ને આરોપી વિરુદ્ધ વીડિયો મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓને પોલીસનો કોઇ પણ જાતનો ડર જ ના હોય તેવી રીતે પોલીસ મથકના લોકઅપની અંદર વીડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.