ગોંડલ: કોરોના કહેર અને લોકડાઉન ત્રણના અંતિમ ચરણમાં ગોંડલમાં બજારો લોકમેળાની જેમ ધમધમી રહી છે, ત્યારે શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી તુલસી પાન સપ્લાયર્સની દુકાન ખુલ્લી હોવાની સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કે એન રામાનુજને જાણ થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ કરતા દુકાન માલિક ઘનશ્યામ તુલસીદાસ ખોડાણીએ મોઢે માસ્ક કે હાથમાં ગ્લોઝ પહેર્યા વગર તેમજ દુકાનમાં સોસિયલ ડિસ્ટન્સનું પાલન ન કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના આ દરોડા દરમ્યાન તુલસી પાન સપ્લાયરની દુકાનમાંથી માત્ર નાગરવેલનાં પાન જ મળ્યાં હતાં, સોપારી, તમાકુ કે ગુટખાનો જથ્થો મળ્યો ન હતો, તાજેતરમાં જ શહેરમાં તમાકુ સોપારી તેમજ ગુટખાના હોલસેલની ત્રણ દુકાનો સીલ કરી હતી. બાદમાં છ દુકાનદારોએ પણ સ્વૈચ્છિક દુકાનો સીલ કરી હતી.