- MBBSના વિદ્યાર્થીએ ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ
- યુવાન પોતાના ઘરે રહી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યો હતો
- અભ્યાસના ટેન્શનમાં કરી આત્મહત્યા
રાજકોટ: ધોરાજીમાં કારખાનેદાર પિતાના પુત્રએ ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. યુવાન MBBSમાં અભ્યાસ કરી રહ્યો હતો. યુવાને પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવાન પોતાના ઘરે રહી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યો હતો. મૃતક યુવાનના પરિવારનું કહેવું છે કે, અભ્યાસના ટેન્શનમાં MBBSના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
મૃતકના પિતા પ્લાસ્ટિકનું કારખાનું ધરાવે છે
મૃતક યુવાન કૌશલ વઘાસીયા (ઉંમર-18) MBBSમાં મેડિકલમાં અભ્યાસ માટે કઝાકીસ્તાન, રશિયામાં એડમિશન લીધું હતું. કોરોના વાઇરસના કારણે ઓનલાઈન મેડિકલ અભ્યાસ કરી રહ્યો હતો. અભ્યાસના ટેન્શનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું પરિવારજનો જણાવી રહ્યાં છે. પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, મૃતક યુવાને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે.
મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો
પોલીસને બનાવની જાણ થતા પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ પોલીસ અધિકારી એમ. ડી. મકવાણા ચલાવી રહ્યાં છે.