- 85 વર્ષના મંજુબેનને શ્વાસ લેવામાં તકલીફ શરૂ તઇ હતી
- લોહીની તપાસ કરવાથી તેમની ડી ડાઈમર વેલ્યુ ઊંચી આવી
- 12 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવી સ્વસ્થ થયા
રાજકોટ : ત્રણ દીકરાઓ તથા તેમની વહુઓ અને સંતાનોના વિશાળ પરિવારમાં વસતા 85 વર્ષના મંજુબેનને 27 એપ્રિલે સાંજે શ્વાસ લેવામાં તકલીફ થવાથી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના લોહીની તપાસ કરવાથી તેમની ડી ડાઈમર વેલ્યુ ઊંચી આવી હતી. પરંતુ તેમનું ઓક્સિજન લેવલ 90થી 92 સુધીનું રહેતું હતું. તેમને વધુ સારવાર અર્થે કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે ભરતી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : 75 ટકા ફેફસા સંક્રમિત, ઓક્સિજન લેવલ 40 પર પહોંચવા છતાં વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો
12 દિવસની સારવાર બાદ 85 વર્ષના મંજુબેને કોરોનાને સંપૂર્ણ રીતે હરાવ્યો
કોવિડ સેન્ટર ખાતે 12 દિવસની સારવાર લઈને 85 વર્ષના મંજુબેને કોરોનાને સંપૂર્ણ રીતે હરાવ્યો હતો. તેઓ પુન : સ્વસ્થ થઈ ગયા. તેમના પૌત્ર પાર્થ કથુર જણાવ્યું હતું કે, મારા દાદીનું લોહી જાડું થઈ ગયું હતું. પરંતુ ઇન્જેક્શનથી લોહી પાતળું કરવાની સારવાર લેવાને બદલે તેઓ માત્ર મોઢેથી ગળવાની દવા લઈને જ સાજા થયા છે. જેનો અમને ખૂબ જ આનંદ છે. મારા દાદીને કેન્સર કોવિડ કેર સેન્ટર ખાતે જમાડવામાં, દૈનિક નિત્યક્રિયાઓ કરવામાં તથા આનંદમાં રાખવા અહીંના સ્ટાફે ખૂબ મદદ કરી છે. તેમના આ વલણને લીધે જ મારા દાદી ખૂબ વહેલા સાજા થઇ શક્યા છે.
આ પણ વાંચો : સુરતના 82 વર્ષના વૃદ્ધા અને 24 વર્ષની યુવતીએ કોરોનાને હરાવ્યો
કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે મોકલાયા હતા
કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે યુનિવર્સિટી રોડ સ્થિત કેન્સર હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેના સુપ્રિન્ટેડેન્ટ તરીકે ડૉ. અંજના ત્રિવેદી તથા નોડલ ઓફિસર તરીકે ડૉ. ઇલ્યાસ જુનેજા સેવાઓ આપે છે. કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની પંડિત દિન દયાળ હોસ્પિટલ ખાતેથી કરાયેલી સારવાર પછી કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓને કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવે છે.