રાજકોટઃ જિલ્લામાં કોરોના સંક્રમણનો સતત વધારો થઇ રહ્યો છે. સાથે જ દર્દીઓના મોતના આંકડાઓ પણ વધી રહયા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓના મોત થયા છે. જેમાં રાજકોટ શહેરના 16, રાજ્ય ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 3 મળીને કુલ 22 દર્દીઓના કોવિડની સારવાર દરમિયાન મોત થયા છે.
આ પણ વાંચો- રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 દર્દીના મોત
રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 4150 કેસ સામે આવ્યા છે. જેમાંથી હાલ 1378 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દરરોજ 70થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.