ETV Bharat / state

ગોંડલમાં મહિલાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, ડ્રાઇવરે ઈમરજન્સી બ્રેક મારી મહિલાને બચાવી - Gondal Police

ગોંડલના આશાપુરા ચોકડી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતી મહિલાએ ઘરકંકાસથી કંટાળી રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માલગાડીના ડ્રાઇવરે સતર્કતા દાખવી ઈમરજન્સી બ્રેક મારી મહિલાને બચાવી પોલીસ હવાલે કરી હતી.

ગોંડલમાં મહિલાએ ઘરકંકાસથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

author img

By

Published : Dec 26, 2020, 5:11 PM IST

  • મહિલાએ ઘરકંકાસથી કંટાળી રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો
  • ઈમરજન્સી બ્રેક મારી મહિલાને બચાવી પોલીસ હવાલે કરાઇ
  • GRP અને RPFના જવાનોએ મહિલાને બચાવી

રાજકોટઃ ગોંડલના આશાપુરા ચોકડી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતી મહિલાએ ઘરકંકાસથી કંટાળી રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ માલગાડીના પાયલોટે સતર્કતા દાખવી ઈમરજન્સી બ્રેક મારી મહિલાને બચાવી પોલીસ હવાલે કરી હતી.

ગોંડલમાં મહિલાએ ઘરકંકાસથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
ગોંડલમાં મહિલાએ ઘરકંકાસથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

માલગાડીના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારી મહિલાને બચાવી

ગોંડલના આશાપુરા ચોકડી રેલવે ટ્રેક પાસે રહેતા અને છુટક મજૂરી કામ કરતા હર્ષાબેન ધીરુભાઈ સાઢેમેરએ ઘરકંકાસથી કંટાળી મોત મીઠું કરવા રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. તે દરમિયાન માલગાડી નીકળતા પાયલોટના અનેકવાર હોર્ન વગાડવા છતાં પણ મહિલા ઉભી ન થતા ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારી મહિલાને બચાવી હતી. ત્યાર બાદ રેલવે પોલીસને જાણ કરતાં રેલવે પોલીસના ગણપતસિંહ જાડેજા, નાજાભાઇ ભાદરકા, બળભદ્રસિંહ જાડેજા તેમજ વિજયભાઈ ધ્રાંગિયા સહિત GRP અને RPFના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને મહિલાને ટ્રેક પરથી ઉતારી પોલીસ હવાલે કરી હતી.

ઘરકંકાસથી કંટાળી મહિલાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

આ ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હર્ષાબેનના લગ્ન મૂળ ખરેડાના ધીરુભાઈ સાથે થયા હતા. ધીરુભાઈને દારૂ પીવાની ટેવ હોવાથી વારંવાર ઝઘડા થયા કરતા હતા જેના ઘરકંકાસથી કંટાળી મહિલા મોતને મીઠું કરવા રેલવે ટ્રેક પર પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.