રાજકોટઃ વર્તમાન સમયમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજકોટના પ્રોફેસરનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલી જી.કે. એન્ડ સી. કે. બોસમિયા કૉલેજમાં ફરજ બજાવતા બીસીએ. વિભાગના પ્રૉફેસર પ્રકાશ ત્રિવેદી કોલેજની લાઈબ્રેરીમાં હતા. તે વખતે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડી ચૂક્યો હતો. ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે
આ પણ વાંચોઃ ECG Machine Rajkot: રાજકોટમાં હાર્ટ એટેકના કેસ વધતા 23 આરોગ્ય કેન્દ્ર માં ECG મશીન મુકાયા
પ્રોફેસરના પરિવાર શોકમાં ગરકાવઃ આ અંગેની મળતી માહિતી અનુસાર, મૂળ મોડાસા વિસ્તારના વતની અને જેતપુર શહેરના જુનાગઢ રોડ પર આવેલી બોસમિયા કૉલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરનું મોત થયું હતું. તેના કારણે કૉલેજમાં સન્નાટો છવાયો હતો. જ્યારે પ્રોફેસરના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતક પ્રોફેસરના પરિવાર વિશેની મળતી માહિતી અનુસાર, આજે જ તેમના સંતાનની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેમાં અચાનક નાની ઉંમરમાં આ પ્રકારની ઘટના બનતા તેમના પરિવારમાં પણ દુઃખનો માહોલ છવાઈ ચૂક્યો છે.
મનપાએ ECG મશીન મુક્યાઃ જે રીતે આજથી મહાનગરપાલિકા દ્વારા હૃદય રોગની વધતી જતી અકસ્માતે કે, ઘટનાઓને લઈને ઈસીજી મશીન મુકવામાં આવ્યા છે. ત્યારે આવા મશીનો પણ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મુખ્ય આરોગ્ય કેન્દ્ર તેમ જ અન્ય તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર પર મૂકવા જોઈએ તે પણ જરૂરી છે. આવી કોઈ ઘટના બને ત્યારે દર્દીને પ્રાથમિક સારવાર તુરંત મળી શકે અને આ અચાનક આવેલા હાર્ટ એટેકથી બચાવીને મદદ અને સારવાર થઈ શકે. આ પ્રકારે તેમને ઉપયોગી અને મદદરૂપ થવા માટે સરકારે અને તંત્રએ સામાન્ય લોકોના ઉપયોગ માટે તમામ પ્રાથમિક અને ઉચ્ચ આરોગ્ય કેન્દ્ર પર શહેરો અને ગામડે-ગામડે મૂકવા જોઈએ તે પણ જરૂરી છે.
આ પણ વાંચોઃ Heart Attack : ક્રિકેટ મેચ દરમિયાન વધુ એક યુવાનને હાર્ટ એટેકથી થયું મોત
પ્રાથમિક સારવાર અપાઈ પણ કંઈ ફેર ન પડ્યોઃ કૉલેજના પ્રોફેસર કોલેજમાં લાઈબ્રેરીમાં હતા તે વખતે જ તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. તેમને દુખાવો થતાં તેમને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. પ્રાથમિક સારવારમાં કોઈ પણ રિકવરી નહીં આવી હતી. આ બનાવ બાદ તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં કૉલેજની અંદર આ ઘટના બનતા કોલેજમાં સન્નાટો છવાઈ ગયો હતો અને બાદમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.