- રાજકોટની એક શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં
- પોલીસ ફરિયાદ નોંધાઈ
- આરોપી ભાજપ મહિલા અગેવાનનો પતિ
રાજકોટ: જિલ્લાના લોધિકા તાલુકા વિસ્તારમાં આવેલા નવી મેંગણી ગામની એક શાળામાં બે વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ શાળાના સંચાલકે જ અડપલાં કર્યાનું સામે આવ્યું છે. સંચાલક દિનેશ જોશી વિરુદ્ધ ભોગ બનનનારી વિદ્યાર્થીનિઓની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, દિનેશ જોશી કેટલાક સમયથી શાળામાં જ અભ્યાસ કરતી બંને વિદ્યાર્થીનીઓ સામે ખરાબ નજરે જોતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો. ગત તા. 9 સપ્ટેમ્બરથી તા. 1 ઓક્ટબર સુધીમાં છ વખત અલગ અલગ બહાને બન્ને વિદ્યાર્થિનીઓને સંચાલક દિનેશ ઓફિસમાં બોલાવી હતી અને બન્નેને પાછળથી છ વખત અશ્લિલ રીતે જકડી રાખી પજવણી કરી હતી.
આ પણ વાંચો: કચ્છની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓની જાતીય સતામણી કમિટી રચવા રાષ્ટ્રીય મહિલા આયોગનો આદેશ
વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો કરી
સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના SC-ST સેલના DySP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનદીપ શાળામાં અભ્યાસ કરતી સગીર વયની બે છાત્રાઓને જાતિય સતામણી કરતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જે મામલે પોલીસે આરોપી વિરુદ્ધ IPC કલમ 354 એ (1) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 10 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(F)(W) મુજબ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ બન્ને વિદ્યાર્થીનીઓ હાલ સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો: યૌન શોષણ કેસ મામલે BJP નેતા ચિન્મયાનંદને 14 દિવસની જેલની સજા
ફરિયાદ બાદ આરોપી દિનેશ જોશી ફરાર
નવી મેંગણીની જ્ઞાનજ્યોત શાળામાં બે વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી થઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ફરિયાદ શાળાના સંચાલક અને રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના આગેવાના સીમાબેન જોશીના પતિ દિનેશ જોશી વિરુદ્ધ નોંધાઇ છે. આ પ્રકારની ફરિયાદ નોંધાતા આરોપી દિનેશ જોશી ફરાર થઈ ગયો હતો. જેને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દિનેશ જોશીને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, નાના એવા ગામમાં બે વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.