રાજકોટ: રાજકોટમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. જેમાં લીંબડીના એક શખ્સને ફસાવીને રુપિયા 91,000 પડાવી લેવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે બે મહિલા સહિત કુલ 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરી એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પડાવામાં આવ્યા છે. હજુ પણ ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ છે.
મિત્રની પત્નીએ ફોન કરી ઘરે આવવા કહ્યું
લીંબડીના ખભલાવ ગામના વતની એવા ભરતભાઇ સવજીભાઈ કાલીયાએ આ મામલે રાજકોટ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં બે મહિલા સહિત કુલ 6 લોકોના નામ આપ્યા છે. આ ટોળકી દ્વારા ભરતભાઈને રાજકોટમાં રહેતા મિત્ર એવા સંદીપ ગોપીયાણીની પત્નીનો ફોન આવ્યો હતો. જેમાં તેને ભરતને કહ્યું હતું કે તેનો પતિ સંદીપ જામનગર ગયો છે અને તે રાતે નથી આવવાનો તેમ કહી ભરતને રાજકોટમાં બોલાવ્યો હતો. જ્યારે ફોન આવતા ભરત પણ પોતાની કાર લઈને રાજકોટ આવ્યો હતો.
આ પણ વાંચો: Honeytrap case in Junagadh: જૂનાગઢ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને છોડાવ્યો, ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં
ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી બે મહિલાઓ કારમાં બેઠી
જ્યારે ભરત ગ્રીનલેન્ડ ચોકડીમાં (greenland chokdi)પહોંચી જતા સંદીપની પત્ની પૂજા અને તેની સાથે અન્ય એક જાનકી નામની યુવતી આવી પહોંચી હતી. જે બન્ને કારમાં બેસી ગઈ હતી અને ચોટીલામાં હોટેલમાં રાતે રોકાવવાનું (chotila's hotel) નક્કી કરવામાં આવ્યું હતુ. જો કે ત્યારબાદ ચોટીલા તરફ જતા અન્ય ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને ભરત કાઈ સમજે તે પહેલાં જ તેને માર મારવા લાગ્યા હતા અને ત્યારબાદ આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. જ્યારે આ મામલો પૂરો કરવા માટે રૂ.દોઢ લાખની માંગણી કરાઈ હતી.
મોબાઈલ, રોકડ સહીતની વસ્તુઓ પડાવી લીધી
જ્યારે ભરત કાલીયા નામના વ્યક્તિ પાસેથી આ મહિલા સહિત 6 લોકોની ગેંગ દ્વારા રોકડ, મોબાઈલ સહિતની અંદાજીત રૂપિયા 91,000નો મુદ્દામાલ પડાવી લીધો હતો. ત્યારબાદ આ યુવક દ્વારા સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને રાજકોટ ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા હનીટ્રેપ (honey trap case)કરનાર ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં જીતુદાન બાણીદાન જેસાણી, રાહુલ મહેશભાઈ નિમાવત, જાનકીબેન કનકભાઈ ઉપરાનો સમાવેશ થાય છે. જયારે પોલીસ દ્વારા અન્ય આરોપીની શોધખોળ શરૂ છે.
આ પણ વાંચો: રાજકોટમાં હનીટ્રેપ કિસ્સો: ફ્રેન્ડશીપ કરવી છે, કહી રૂપિયા અઢી લાખની ખંડણીની કરી માગણી