રાજકોટ: કોરોના વાઈરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ત્યારે ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ચેતનભાઇ મનસુખભાઈ શિયાળ મહારાષ્ટ્રથી આવેલા છે. તેમને 14 દિવસ માટે પ્રશાસન દ્વારા હોમ કોરન્ટાઇન કરાયા હતા અને તેઓને રહેણાંકની બહાર ન જવા મેડિકલ ઓફિસર દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી.
તેમ છતાં ચેતનભાઇ દ્વારા બજારમાં જાહેરમાં આટા ફેરા લગાવવામાં આવતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તલાટી કમ મંત્રી રંજનબેન વાજા દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. તેમજ તંત્રને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 270 188 તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ગુનો નોંધી દર્દીને ઝડપી પીડવા પીએસઆઇ અજયસિંહ જાડેજાએ ચક્રો ગતિમાન કર્યા હતા.