ETV Bharat / state

રાજકોટ પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, ડોડીયાળા ગામે વીજળી પડતા 1 ઇજાગ્રસ્ત - વીજળી પડતા ખેડૂત ઇજાગ્રસ્ત

રાજકોટ જિલ્લા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના સાણથલી ગામમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ અને ડોડીયાળા ગામે વીજળી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

heavy rain in gujarat
heavy rain in gujarat
author img

By

Published : Jun 30, 2020, 3:59 PM IST

રાજકોટઃ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદની મેહર અવિરત ચાલુ રહી હતી. જસદણ, સરધાર, કોટડા સાંગાણી અને ગોંડલ પંથકમાં આજે મંગળવારે સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ તાલુકાના દેરડી, સાણથલી, વાસાવડ, મોવિયા, શ્રીનાથગઢ, બિલિયાળા સહિતના આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

ડોડીયાળામાં વીજળી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

જસદણ તાલુકાના સાણથલી ગામમાં એક કલાકમાં 2 ઇંચ ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ખેતરમાં વીજળી પડી હતી, વીજળી પડતા ખેતરમાં ખેતી કામ કરતા એક વ્યક્તિને ઇજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.