રાજકોટ જિલ્લાના જસદણ માર્કેટયાર્ડમાં વરસાદને લીધે મગફળી પાણીમાં તણાઈ હતી - Jasdan Marketyard
રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાના જસદણ શહેર અને આટકોટ પંથકમાં બુધવારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી જસદણ માર્કેટયાર્ડમાં ખેડૂતોની મગફળી પાણીમાં તણાતી જોવા મળી હતી.
રાજકોટ જિલ્લાના જસદણમાં ધોધમાર વરસાદ
રાજકોટઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના જસદણ શહેર અને આટકોટ પંથકમાં બુધવારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જસદણ શહેરમાં ધોધમાર વરસાદને પગલે માર્કેટયાર્ડમાં ખેડૂતોની મગફળી પાણીમાં તણાતી જોવા મળી હતી. માર્કેટયાર્ડમાં પાણી ભરાતા ખેડૂતોની મગફળી વરસાદી પાણીમાં તણાઈ હતી.