ETV Bharat / state

ગોંડલમાં ભારે વરસાદને લઇ વાહનવ્યવહાર ઠપ્પ, ખેતરોમાં ભરાયા પાણી

રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં આટકોટ અને લીલાપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. માત્ર એક જ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા. ઉપરાંત અનેક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થયાં હતાં. જેના કારણે વિજપુરવઠાને પણ અસર પહોંચી હતી.

author img

By

Published : Jul 2, 2019, 2:57 AM IST

ગોંડલમાં ભારે વરસાદને લઇ વાહનવ્યવહાર ઠપ્પ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સોમવાર બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં રાવણા ગામે એક કલાકમાં 5 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. બંધિયા, ઘોઘાવદર, શ્રીનાથગઢ, કેસવાળા, મેતા ખંભાળિયા, ધરાળા, દેરડી(કુંભાજી) સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને વીજળી સાથે 3 થી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું.

ગોંડલમાં ભારે વરસાદને લઇ વાહનવ્યવહાર ઠપ્પ, ખેતરોમાં પાણી ભરાયા

ભારે વરસાદના કારણે કેસવાળાના પાટિયા પાસે ગોંડલથી દેરડી, બગસરા અને અમરેલીને જોડતા પુલ પર પાણીનો ભરાવો થયો હતો. જેને લઇને આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘોઘાવદર નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ ઘોઘાવદર અને બંધિયા રોડ પર વીજ પોલ ધરાશાઇ થયા હતા. જેના કારણે કલાકો સુધી વિજપુરવઠાને અસર પહોંચી હતી.

Intro:એન્કર :- રાજકોટ જિલ્લા ના ગોંડલ આટકોટ અને લીલાપુર પંથક માં ભારે વરસાદ પડ્યો હતો રાવણા ગામે એક કલાક માં પાંચ ઇંચ વરસાદ પડ્યો.

વિઓ :- રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા માં બપોર બાદ મેઘરાજા એ ગોંડલ પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગોંડલના રાવણા ગામે એક કલાકમાં 5 ઈંચ કરતાં વધું વરસાદ વરશયો હતો ભારે વરસાદને કારણે ખેતરો માં પાણી ભરાયા હતા જ્યારે બંધિયા - ઘોઘાવદર - શ્રીનાથગઢ - કેસવાળા, મેતા ખંભાળિયા - ધરાળા - દેરડી(કુંભાજી) - સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં ધોધમાર પવન સાથે 3 થી 4 ઈચ જેટલો ભારે પવન અને વીજળી ના કડકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદ ના પગલે ગોંડલ ની વસાવડી નદી માં ઘોડાપુર આવતા કેસવાળા ના પાટિયા પાસે ગોંડલ થી દેરડી - બગસરા અને અમરેલી ને જોડતો પુલ પર ની ધાબી પર પાણી ફરી વળ્યું હતું અને ધાબી પર થી 3 થી 4 ફુટ જેટલું પાણી પસાર થતું હતું ગોંડલ થી અમરેલી - દેરડી - બગસરા - તેમજ કેસવાળા - પાટ ખીલોરી સહિત ના ગામો એ જાવા લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદ ના કારણે ઘોઘાવદર ગામ ની નદી બે કાંઠે વહેતી થઈ હતી ભારે પવન ના પગલે ઘોઘાવદર અને બંધિયા રોડ પર વીજ થાંભલા ધરાશાહી થયા હતા
મોવિયા - શ્રીનાથગઢ - કમઢીયા સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં મોડે સુધી લાઈટ ગુલ થઈ હતી ગોંડલ પંથક ની અનેક નાની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા અનેક વિસ્તારના અનેક ગામડાઓમાં ચેકડેમ ઓવર ફ્લો થયા હતા.Body:બાઈટ - ૦૧ - વિઠ્ઠલભાઈ ચોવટિયા (મોટી ખીલોરી)

બાઈટ - ૦૨ - ધર્મેન્દ્રસિંહ સરવૈયા (સ્થાનિક)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.