રાજકોટ: ચીનમાં કોરોનાને કારણે(Corona cases in world) સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. વિદેશોમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્ર સરકાર એલર્ટ જોવા મળી રહી છે. રાજ્ય સરકારોને પત્ર લખીને કોરોનાના નિયમોનું પાલન કરવા આદેશ કર્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો હોવાની વિગતો સામે આવી છે. (Corona case update)
આરોગ્ય તંત્ર હરકતમાં: જેતપુર શહેરના કણકીય પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને પોઝિટિવ નોંધાયેલા કેસના દર્દીને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે.
આ પણ વાંચો: સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
કોરોનાને લઈને તંત્ર એલર્ટ: ફરી એક વખત કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. તેને લઈને રાજકોટના જેતપુરમાં પણ શહેરની અંદર એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે ત્યારે હાલ પોઝિટિવ આવેલા યુવકની સારવાર તેમજ તેમને લગતી કામગીરી માટે તંત્ર દોડતું થયું છે અને કામગીરી શરૂ કરી છે. વિદેશોમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્ર સરકાર એલર્ટ જોવા મળી રહી છે.(Corona cases in Gujarat)