રાજકોટ : દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ ઠેર ઠેર વિવિધ મંદિરો અને આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. એવામાં રાજકોટમાં સદર બજાર વિસ્તારમાં આવેલી લાલ બહાદુર કન્યા વિદ્યાલય દ્વારા આ ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ 100 મીટર કપડામાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અલગ અલગ સ્લોગન પોતાના ગુરુજી માટે લખ્યા હતા અને ઉજવણી કરી હતી.
અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 100 મીટર કપડા પર શાળાની 500 જેટલી વિદ્યાર્થીનીઓએ ગુરુ માટેના અલગ અલગ સ્લોગનો ગુજરાતી, હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં લખ્યા હતા. જ્યારે આપણા ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યની આ પરંપરા જે ચાલી આવી છે તે જળવાઈ રહે, જેના માટે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલની દરેક વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આધુનિક યુગમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે પહેલા મના સમયમાં જોવા મળતી લાગણીઓ હેત તે ક્યાંકને ક્યાંક હાલ દૂર થતી જોવા મળી રહી છે. જેના કારણે અમે આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈપણ વ્યક્તિના જીવનમાં જો ગુરુ ન હોય તો તેઓ ક્યારે પણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. - ભરતસિંહ પરમાર (આચાર્ય, લાલ બહાદુર શાસ્ત્રી)
500 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં લીધો ભાગ : લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી નડીયાપરા સીમાએ જણાવ્યું હતું કે, આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં 100 મીટર કપડા ઉપર વિવિધ શિક્ષકો અંગેના સ્લોગનો વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે અમારી શાળામાં 501 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીનીઓએ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. હું બીજા વિદ્યાર્થીઓને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમે તમારા ગુરુજનો માતા-પિતા અથવા કોઈપણ વ્યક્તિ પાસેથી તમને કંઈક શીખવા મળે તો તમારે તે વ્યક્તિને પુષ્પ અથવા કોઈપણ ગિફ્ટ આપીને તેનો આભાર માની શકો છો.