- રાજ્યના પોલીસ ભરતી માટે દોડની પરીક્ષા યોજાઈ રહી
- રાજકોટના યુવકે દોડની પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો
- પરીક્ષામાં નાપાસ થતા યુવક સતત મુંજવણમાં રહેતો
રાજકોટઃ હાલ રાજ્યના પોલીસ ભરતી માટે દોડની પરીક્ષા યોજાઈ ( Examination of Lok Rakshak Dal in the state )રહી છે. એવામાં તમામ જિલ્લાઓમાં આ પરીક્ષા શરૂ છે. ત્યારે પોલીસ ભરતીની દોડની પરીક્ષામાં નાપાસ (Police recruitment race exam)થતા રાજકોટના યુવકે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. રાજકોટના સરધાર નજીક આવેલા લીલી સાજડીયાળી ગામના યુવકે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. યુવક આપઘાત મામલે પોલીસની પૂછપરછમાં પરિવાર પાસેથી વિગતો મળી રહી છે કે યુવક બે દિવસ પહેલાં જે પોલીસની દોડની પરીક્ષામાં નાપાસ (Suicide due to police recruitment failure )થયો હતો. જેના કારણે તેને લાગી આવ્યું હતું અને તેને આ પ્રકારનું પગલું ભર્યું છે.
પોલીસની દોડની પરીક્ષામાં નાપાસ થયો યુવક
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ યુવક ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો અને તેને પોલીસની ભરતી માટેનું ફોર્મ ભર્યું હતું. ત્યારે બે દિવસ પહેલા જ તેને પોલીસની ભરતીમાં દોડની પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થયો હતો. નાપાસ થતા તે ઘરે આવીને એકલો એકલો બેસી રહેતો હતો અને ચિંતામાં જ સતત રહેતો હતો. જ્યારે તે પરીક્ષામાં નાપાસ થયો હોય તેને લાગી આવ્યું હતું. જેના કારણે તેને પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. યુવકના આપઘાતનો મામલો સામે આવતા રાજકોટ આજીડેમ પોલીસ (Rajkot Ajidem Police )ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ India's Renewable Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યો
આ પણ વાંચોઃ Indian citizen: 24 પાકિસ્તાનીઓને નાગરિકતા પત્ર એનાયત, બન્યા ભારતીય નાગરિક