રાજકોટ: વિછીયા તાલુકાના ફુલજર ગામની અંદર લોકોને પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોવાનું સામે આવ્યું છે. જેમાં આ ગામના લોકો આજે પણ એક ટાંકીમાંથી જીવન જોખમે જળ એ જીવનની જરૂરિયાત પૂરી કરતા નજરે પડ્યા છે. સરકાર ભલે નલ સે જલને લઈને અનેક પ્રકારના દાવા કરતી હોય પણ પાણી પુરવઠા પ્રધાનના વિસ્તારમાં જ લોકો પાણી વગરના છે. વાસ્તવિકતા સામે સરકારનું પાણી એવી રીતે મપાઈ ગયુ કે, લોકોએ હવે પાણીની આશા જ મૂકી દીધી છે.
પાણી મેળવતા નજરે: ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના મત વિસ્તાર એટલે કે વીંછીયા તાલુકાના ફૂલજર ગામના લોકો આઝાદીના 75 વર્ષ બાદ પણ આઝાદી પેલાની સ્થિતિમાં પોતાના રોજિંદા જીવનને જીવવા માટે જીવના જોખમે પાણી મેળવતા નજરે પડ્યા છે. આ ગામના લોકોને પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ગામમાં આવેલ એક ટાંકી પર પોતાના જીવના જોખમે ટાંકી પર ચડવું પડે છે. વર્ષો પુરાણી જે સુવિધા હતી તે સુવિધાઓ અત્યારના આધુનિક યુગમાં લેવી પડે છે. પોતાની જળ એ જીવનની જરૂરિયાત પૂર્ણ કરવી પડે છે.
આ પણ વાંચો Irrigation Department: ધારાસભ્યની રજુઆત બાદ સિંચાઇ વિભાગે પાણી છોડ્યુું
અડધો કિલોમીટર કાપી: આ વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં પાણી તો નથી આવતું. પણ લગભગ અડધો કિલોમીટર કાપીને પાણી લેવા માટે લંબાવું પડે છે. પછી એ પાણી મહિલાઓ ઘરે લઈ જાય છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ બાબતે અનેક રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ અહી આવું જ છે અને કદાચ આવી જ સ્થિતિ રહેશે તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023 પાણી પુરવઠા અને વ્યવસ્થાપનમાં મોટી જાહેરાતો
જીવનું જોખમ: અત્યારની અધ્યતન ટેકનોલોજી સાથે વિક્રી રહેલ આઝાદ ભારતના આ ગામના લોકો પાણી માટે આજે પણ જાણે ગુલામી કરે છે તેવું જણાવ્યું છે અને લોકો લાંબુ અંતર કાપીને આવા ઉનાળાના સમયમાં પણ પોતાની મજબૂરીથી ચૂપ ચાપ જીવનું જોખમ ખેડે છે અને પાણીની જરૂરિયાત પૂર્ણ કરે છે. આ વિસ્તારના લોકોને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીની સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરી છે--મુકેશ રાજપરા(રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ)