ETV Bharat / state

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા શહેરમાં એક બેઠક પર ત્રણ પાટીદારો વચ્ચે જામશે ખરાખરીનો ખેલ - Rajkot South Seat Tripankhio Jang

વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં દક્ષિણ બેઠક (Rajkot South Seat) પર આ વખતે ખરાખરીનો ખેલ જોવા મળશે. કારણ કે, આ બેઠક પર આ વખતે ત્રિપાખિયો (Rajkot South Seat candidate) જંગ યોજાઈ રહ્યો છે. તેમજ મહત્વનું એ છે કે, આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર મુરતિયા ઉતાર્યા છે. (Gujarat Assembly Election 2022)

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા શહેરમાં એક બેઠક પર ત્રણ પાટીદારો વચ્ચે જામશે ખરાખરીનો ખેલ

author img

By

Published : Nov 22, 2022, 12:35 PM IST

રાજકોટ: રાજકોટ દક્ષિણની બેઠક પરથી છેલ્લા ત્રણ ટર્મથી ભાજપના ગોવિંદ પટેલ ચૂંટણી જીતતા આવ્યા હતા, ત્યારે આ વખતે ભાજપ દ્વારા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના (Rajkot assembly seat) પૂર્વ પ્રમુખ હિતેશ વોરાને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ આપ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાની ટિકિટ આપવામાં આવી છે. એટલે કે આ ત્રણેય પાર્ટીના ઉમેદવાર પાટીદાર છે, ત્યારે આ બેઠક પર ખરાખરીનો ખેલ જોવા મળશે જાણીએ શું છે આ બેઠકનો ઇતિહાસ આવો જાણીએ. (Rajkot South Seat)

રાજકોટ દક્ષિણ બેઠકનો ઇતિહાસ દેશમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં એક માત્ર આ બેઠક પર ચીમનલાલ શુક્લે જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીના પાયામાં જનસંઘ રહેલું છે. જનસંઘના ખાતામાં ગયેલી આ સીટ બાદ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. છેલ્લે 1990માં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન મનોહરસિંહ જાડેજા ચુંટાયા હતા. જે બાદ 1998થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપ વિજેતા થયું આવ્યું છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો ઉપયોગ કરી ગોવિંદ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જ્યારે 2017માં ગોવિંદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ચોવટીયા સામે 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો. (Rajkot South seat candidate)

ત્રણેય ઉમેદવાદની ખાસિયત રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ત્રણેય ઉમેદવારની વાત કરવામાં આવે તો, ભાજપ દ્વારા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. રમેશ ટીલાલા એક ઉદ્યોગપતિ છે. જ્યારે તેઓ વર્ષોથી શાપર વેરાવળ એસોસિયેશનમાં કાર્યરત છે તેમજ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી છે. તેમજ ઉદ્યોગપતિ છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા પણ જેમને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પણ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે. કોંગ્રેસ દ્વારા જેમની ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે. હિતેશ વોરા પાટીદાર સંસ્થા સાથે જોડાયેલા છે તેમજ કોરોના દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ કરી છે.

દક્ષિણ વિધાનસભાના મતદારોની સંખ્યા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક (Rajkot South Seat candidate) પર અંદાજીત 2 લાખ 58 હજાર 95 મતદારો છે. જેમાંથી 1,32,714 પુરુષ મતદારો અને 1,25,375 મહિલા મતદારો છે. જ્યારે 40 ટકા વસ્તી સાથે અહીં પાટીદારોનું પ્રભુત્વ સૌથી વધારે છે. તો બીજી તરફ લેઉઆ પટેલ અને કોળી પટેલ મતદારોનો અહીં દબદબો છે. તેમજ OBC મતદારો 25 ટકા છે. તો જનરલ મતદારો 20 ટકા છે. જ્યારે આ બેઠક પર 15 ટકા અન્ય મતદારો છે. (Rajkot Assembly Candidates)

દક્ષિણ બેઠકની ખાસિયત રાજકોટના હાર્દ સમાન ગણાતા આ વિસ્તારની નવી સિમારેખામાં ભૂપેન્દ્ર રોડ, આશાપુરા મંદિર, લક્ષ્મીવાડી હવેલી જેવા વિસ્તારોની સમાવેશ થાય છે. આ વિસ્તારની આજુબાજુના અનેક ઇમિટેશન જ્વેલરી મેન્યુફેકચરિંગ યુનિટો પણ આવેલા છે. જ્યારે રાજકોટ વાસીઓનું આસ્થાનું કેન્દ્ર એવું રામનાથ મહાદેવનું મંદિર પણ આ જ વિસ્તારમાં આવ્યું છે. (Rajkot South Seat Tripankhiya Jang)

દક્ષિણ વિધાનસભા બેઠકની માંગ રાજકોટ શહેરના અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારમાં પણ પાણીનો પ્રશ્ન વર્ષોથી લોકોને પરેશાન કરી રહ્યો છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરો, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિકની સમસ્યા, ઉપરાંત વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા મુદ્દાઓ હંમેશા ઉભરાતા આવ્યા છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા રિવરફ્રન્ટની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આજી નદી પર રિવરફ્રન્ટની કામગીરી જોઈએ તે પ્રમાણે કરવામાં નથી આવી રહી. જે તાત્કાલિક કરવામાં આવી તેવી વિસ્તરવાસીઓની માંગ છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.