રાજકોટ : રાજકોટ શહેરમાં પાકિસ્તાનથી સ્થળાંતરીત થયેલા અનેક લોકો સ્થાયી (First time voter in Rajkot) થવા લાગ્યા છે. જેમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં ઘણા પરિવારોને ભારતીય નાગરિકત્વ મળી ચૂક્યું છે. આ સાથે તેઓને મતદાન કાર્ડ પણ મળી જતા અંદાજીત 135 જેટલા પાકિસ્તાની ભારતીય કે જેઓ હવે ભારતીય નાગરિક છે. તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે છે. (Pakistani voters in Rajkot)
ભારતીય હોવાનું અમને ગર્વ રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી રહેતા સુનિલ મહેશ્વરીએ જણાવ્યું કે, મને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. આ વખતની ચૂંટણીમાં હું પ્રથમ વખત મતદાન કરવાનો છું. જેનો મને ગર્વ છે. જ્યારે અમે શરૂઆતમાં અહીંયા રહેવા આવ્યા, ત્યારે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે અમને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. એટલે હવે અમને ચિંતા નથી. જ્યારે 2018થી અત્યાર સુધીમાં લગભગ અહીંયા 135 જેટલા લોકોને ભારતીય નાગરિકતા મળી છે. (Pakistani First time voter in Rajkot)
પાકિસ્તાન કરતાં અહીંની સ્થિતિ ઘણી સારી સુનિલ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે જ્યારે શરૂઆતમાં અહીં આવ્યા, ત્યારે થોડી ઘણી તકલીફ પડી હતી, પરંતુ પાકિસ્તાન કરતાં અહીંની સ્થિતિ ઘણી સારી છે. અમે વર્ષ 2009માં અહીંયા રાજકોટમાં આવ્યા હતા. ત્યારથી જ અમે અહીંયા રહીએ છીએ. ઉલ્લેખનીય છે કે કે સુનિલ અહીં ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરી સન્માનપૂર્વક જીવન વિતાવે છે. તેઓ મતદાર કાર્ડનું મહત્વ સારી રીતે જાણે છે. મતાધિકાર સાથે તેઓ સંપૂર્ણ ભારતીય હોવાનું ગર્વ અનુભવે છે.(Gujarat Assembly Election 2022)