રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામને આડે હવે ગણતરીના કલાકનું અંતર રહ્યું છે, ત્યારે જસદણ બેઠક (Jasdan assembly seat) પર ભાજપના નેતાઓએ જ ભાજપના ઉમેદવારોને હરાવવા પ્રયાસ કર્યા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. જેથી આ અંગે જસદણ પંથકની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જસદણમાં ભાજપ નેતા ગજેન્દ્ર રામાણી ખુદ કોંગી ઉમેદવાર ભોળા ગોહેલને સમર્થન આપતા હોવાની વાત કરે છે તથા ઓડિયો ક્લિપમાં જય ભોળાનાથ કોડવર્ડ સાથે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને હરાવવાની વાત પણ કરે છે.
બાવળિયાએ શું કહ્યું આ ઓડિયા ક્લિપમાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ પણ સામે આવ્યું છે, ત્યારે આ મામલે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ ટોળકી પહેલેથી જ પાર્ટી વિરુદ્ધનું કામ કરે છે અને તેમાં ભરત બોઘરા પણ સામેલ છે તેવા આક્ષેપો કર્યા છે, ત્યારે હવે કમલમમાં ફરિયાદ થશે તેવું જણાવ્યું છે. જેથી એ તો સર્વવિદિત છે કે જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવાળિયા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા જ તેમનો વિરોધ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. (Jasdan Assembly Candidate)
મારી વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રચાર કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ઓડિયો સાબિત કરે છે કે ગજેન્દ્ર રામાણીએ (Jasdan Gajendra Ramani) મારા વિરુદ્ધ ચૂંટણી દરમિયાન કામ કર્યું છે અને જય ભોલેનાથ કરીને સાંકેતિક ભાષામાં તેઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હતા. અગાઉ પણ ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ અને અન્ય 5-6 લોકો સામેલ છે. આ મામલે ઉપર રજૂઆત કરી હતી. જોકે તે સમયે યોગ્ય કાર્યવાહી ન થતાં આજે ફરીવાર તેમણે આવી હરકત કરી છે અને ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ પણે ભરત બોઘરાનું નામ બોલાય છે એટલે તે પણ પક્ષ વિરુદ્ધની કામગીરીમાં સામેલ હશે, ત્યારે હું સમગ્ર મામલે હાઈકમાન્ડમાં અને કમલમમાં ફરિયાદ કરીશ તેવું કુંવરજી બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. (Kunvarji Bavaliya audio goes viral)
કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યું આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ બાદ જસદણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવાળિયાને હરાવવા માટેની વાતચીત ભાજપના જ નેતા દ્વારા જય ભોળાનાથ કોડવર્ડ હેઠળ કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે. ઓડિયોમાં પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તેમજ સ્થાનિક નેતાઓ કુંવરજી બાવળિયા હારે તેવું ઇચ્છતા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ બેઠકમાં ભોળા ગોહેલ કોંગ્રેસના ઉમેદવાર હોવાથી સમગ્ર ચર્ચા દરમિયાન જય ભોળાનાથનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો હોવાનો ખુદ કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યું છે અને તેઓ આ બાબતે પ્રદેશમાં જણાવશે તેવી વાત કરી છે. (Gujarat Assembly Election 2022)