ETV Bharat / state

હું દીકરી છું, ગોંડલ માટે મને સૌથી વધુ ચિંતા છે: નિમિષા ખુંટ - ભાજપમાંથી મહિલા ઉમેદવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022માં (Gujarat Assembly Election 2022) રાજકોટ જિલ્લાની ગોંડલ વિધાનસભા (Rajkot Gondal Assembly) માટે ગોંડલના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજની મહિલા નિમિષા ખુંટની પસંદગી કરવામાં આવી છે. ETV ભારતના રાજકોટ જીલ્લાના પ્રતિનિધિ આશિષ લાલાકીયાએ તેમની રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં આ વખતની ચૂટણીમાં નિમિષા ખુંટ કેવી તૈયારીઓ અને કામગીરીઓ છે તેને લઈને જુઓ અમારો આ વિશેષ અહેવાલ.

હું દીકરી છું, ગોંડલ માટે મને સૌથી વધુ ચિંતા છે: નિમિષા ખુંટ

author img

By

Published : Nov 24, 2022, 7:57 PM IST

રાજકોટ જિલ્લામાં કુલ આઠ (Rajkot Total assembly seat) વિધાનસભા (Gujarat Assembly Election 2022) આવેલ છે જેમાં શહેરની ચાર અને જિલ્લાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે સૌથી વધુ ચર્ચિત ગોંડલ વિધાનસભા (Gondal assembly seat of Rajkot district) કે જેમાં ગોંડલ તાલુકામાં વાત કરીએ તો 78 જેટલા ગામોનો સમાવેશ થાય છે. હાલ અહીં કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,28,438 મતદારો છે ત્યારે ગોંડલ વિધાનસભા માટે AAP પાર્ટીમાંથી મહિલા ઉમેદવાર (Woman candidate from AAP party) તરીકે નિમિષા ખુંટને જાહેર કર્યા છે.

આ વખતની ચૂટણીમાં નિમિષા ખુંટ કેવી તૈયારીઓ અને કામગીરીઓ છે તેને લઈને જુઓ અમારો આ વિશેષ અહેવાલ

જુઓ ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં શું કહ્યું નિમિષા ખુંટે.

પ્રશ્ન: આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જ્યારે જાહેર કરવામાં આવી છે ત્યારે બીજી યાદીની અંદર રાજકોટ જિલ્લાની ગોંડલ વિધાનસભા પર નિમિશા કૂટનું નામ જાહેર કર્યું હતું ત્યારે પાર્ટી દ્વારા બીજી યાદીમાં નામ જાહેર કરવા બાબતે શું કહેશો ?

જવાબ: પહેલા તો તમે સમજી શકો કે પાર્ટીએ મારું નામ બીજા લિસ્ટમાં જાહેર કર્યો તો પાર્ટી મને કેટલો ઈમ્પોર્ટન્ટ આપે છે અને પાર્ટીમાં નાના કાર્યકર્તા અને જૂના કાર્યકર્તાને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે. ગોંડલ વિધાનસભાનું નામ આખા ગુજરાતમાં ફેમસ છે. ગોંડલ ટિકિટ મળી અને એક દીકરી ગોંડલના પબ્લિકના હક માટે લડશે. પાર્ટીનો ખૂબ જ સહકાર છે.

પ્રશ્ન: મહિલા તરીકે પ્રચાર કરવા બાબતે શું કહેશો ?

જવાબ: કોઈપણ ઉમેદવાર તરીકે જ્યારે મહિલા હોય છે, ત્યારે માન સન્માન અને વિસ્તારનું પ્રભુત્વ વધી જતું હોય છે. આજ દિવસ સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગામડે જઈ અને નાસ્તા કરાવતા હતા, પરંતુ હું જ્યારે પ્રચાર માટે જઉં છું. ત્યારે લોકો મને તેમની ઘરે બોલાવી અને પોતાની ઘરે ચા નાસ્તો કરવા માટે બોલાવે છે. કારણ કે, અમારા માટે અને ખાસ કરીને મારા માટે આ બહુ ગૌરવની વાત છે. આ લોકોનો અતૂટ પ્રેમ છે જે એમને મળી રહ્યો છે.

પ્રશ્ન: ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યારે જાવ છો ત્યારે આપને અને AAP પાર્ટીને પરિવર્તન તરીકે જુએ છે, એ બાબતે શું કહો છો ?

જવાબ: પ્રચાર માટે જ્યારે જતા હોય છે. ત્યારે લોકો પણ અમને સહકાર આપે છે અને લોકો પણ કહે છે. તમે ચિંતા ના કરો અમે અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાની સભાઓ સાંભળી છે. તમે દસ વર્ષથી કામ કરો છો. એ અમે જોઈએ છીએ. વર્તમાન સમયના અને પૂર્વ સમયના ધારાસભ્યને જોઈને લોકો એક ભઈનો અનુભવ કરે છે. લોકો ખુલીને આવી નથી બોલી શકતા. ખુલીને પ્રચાર પણ નથી કરી શકતા. જેમાં થોડા દિવસ પહેલા જ અમારા બેનરો લાગ્યા હતા. જે હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ લોકોનો સાથ અને સહકાર તેમજ લોકોનું સમર્થન મને હિંમત આપી રહ્યું છે અને આવનારા દિવસોમાં પરિવર્તન તો જરૂર આવશે.

પ્રશ્ન: ગોંડલ વિસ્તારની અંદર ખેડૂતો વધુ આવતા હોય છે અને આપની સામે મહિલા ઉમેદવાર પણ છે, જે પ્રચાર પ્રસાર માટે જતા હોય છે. આપ પણ મહિલા છો એ બાબતે શું કહેશો?

જવાબ: ભાજપમાંથી જે મહિલાનું નામ (Woman candidate from BJP) જાહેર કર્યું છે તે પોતે ક્યાંય પણ જતા નથી અને પોતે ક્યાંય ધારાસભ્ય તરીકે કામ કરતા નથી. તેમનું તમામ કામ તેમના પતિ અને પુત્ર કરે છે અને પૂર્વ ધારાસભ્ય કે જેઓ ગુનામાં સપડાયેલા છે તેમને બદલે તેમના પત્નીને ઉમેદવાર જાહેર કરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો ની અંદર પ્રચાર પ્રસારની અંદર ઉમેદવાર કેમ નથી જતા તેમની જગ્યાએ તેમના પતિ પુત્ર અને સમર્થકો થાય છે તેમજ મહિલા પોતે ક્યાંય પણ જતા નથી તેમના સમર્થકો અને તેમના પિતા પુત્ર સમર્થકોમાં જાય છે જ્યારે હું પોતે દરેક ગામની અંદર લોકો સમક્ષ રૂબરૂ જન સંપર્ક માટે જાઈ રહી છું.

પ્રશ્ન: આમ આદમી પાર્ટી પરિવર્તન લાવવા માટે આવી છે ત્યારે ગોંડલ વિધાનસભાના મતદારોને શું કહેશો? કઈ રીતે પરિવર્તન લાવશો ?

જવાબ: મતદારોની પરિસ્થિતિનું સમજુ છું જેમાં મારા કાર્યકર્તાઓને પણ ઘણા અનુભવ થયા છે જેમાં સામેની પાર્ટી એટલે કે BJP વિશે બોલે કે આક્ષેપ કરે તો તે લોકોને એક ભાઈની સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે. જેમાં ઘણી વસ્તુઓના પ્રૂફ આપણી પાસે હોતા નથી. જેમાં ગોંડલની પરિસ્થિતિ આખા ગુજરાતમાં સૌ કોઈને ખબર છે. જેમાં આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે, ત્યારે પણ હું કોઈ પણ જાતનો ડર નથી રાખતી અને લોકોને અને ખાસ કરીને મતદારોને પણ વિનંતી કરું છું કે અરવિંદ કેજરીવાલ અને જે કોઈને સાંભળ્યા હોય તે બધું દિલ્હી અને પંજાબની અંદર થયું છે. જે અહીંયા પણ થશે તેવું જણાવ્યું છે.

પ્રશ્ન: પાટીદાર સમાજમાંથી આવો છો. આ ગોંડલ વિધાનસભાની અંદર પાટીદાર જ્ઞાતિની સંખ્યામાં વધારો છે, તો મતદારોનો મિજાજ કેવો રહેશે આપના મતે ?

જવાબ: હું મારી જાતને માત્ર પાટીદાર ન કહી શકું કારણ કે હું ખેડૂતની પુત્રી છું શિક્ષિત પરિવારમાંથી આવું છું. હું પણ શિક્ષિત છું. વેપારીના ઘરમાંથી આવું છું. વિદ્યાર્થીઓના હેત અને અહીંનું પણ સમજી શકો છો. આ સાથે જ હું દરેક જ્ઞાતિ દરેક જાતિ દરેક સમાજને સમજી શકું છું. દરેક સમાજની સમસ્યાઓ અને તેમની જરૂરિયાતનોને સમજી શકું છું.

પ્રશ્ન: ગોંડલ વિધાનસભાના મતદારો નિમિશા ખૂટને શા માટે પસંદ કરે ?

જવાબ: કોઈ કામની સામે લડવાની હિંમત નથી કરતું, બીજું દીકરી છું એટલે કહેવત છે કે દીકરીને પેટમાં વધુ બળે. એટલે કે ગોંડલ માટે મને સૌથી વધુ ચિંતા છે કારણ કે મેં છેલ્લા દસ વર્ષથી મહેનત કરી છે અને જ્યાં સુધી લોકોની સમસ્યાઓ દૂર નહીં કરી શકું ત્યાં સુધી હું જજોમતી રહીશ.

પ્રશ્ન: જીત માટેની લીડ બાબતે શું કહેશો કેટલા મતોથી જીતશો અને શું પરિણામ મળી શકે છે આપની દ્રષ્ટિએ ?

જવાબ: લીડ અને એ બાબતે હું ન કહી શકું કારણ કે એ તો મતદારો ઉપર આધાર છે ત્યારે લોકોને પરિવર્તન જોઈએ છે અને લોકો આવનારા દિવસોની અંદર પરિવર્તન લેવા માટે પ્રયત્ન કરશે એ મને ચોક્કસ ખાતરી છે અને આવનારા દિવસોની અંદર પરિવર્તન ચોક્કસ આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.