રાજકોટ: રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોના ખાતામાં પાક વીમાના પૈસાઓ જમા થઈ રહ્યા છે. જ્યારે આ પાક વીમાના પૈસા જમા થતા હોય ત્યારે ખેડૂતોમાં પણ અસમંજસતા સર્જાય છે કે આ પાક વીમાના કયા વર્ષના પૈસા હાલ ખેડૂતોના ખાતામાં જમા થયા છે. જેને લઇને આ સમગ્ર મામલે કોંગ્રેસે કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયા દ્વારા રાજકોટ ખાતે મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતોના મને મેસેજ આવ્યા છે કે તેમના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા પૈસા જમા કરવામાં આવ્યા છે પરંતુ આ પૈસા સેના છે તેની અમને ખબર નથી. ત્યારે સરકાર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે.
બે ત્રણ દિવસથી ખેડૂતોના ફોન: કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, " છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો દ્વારા મને મેસેજ અને ફોન કરવામાં આવી રહ્યા છે કે તેમના બેંક ખાતામાં પાક વીમો જમા થઈ રહ્યો છે. જ્યારે આ ખેડૂતોને જે પણ મેસેજ મોકલવામાં આવ્યા છે તે મેસેજ ખેડૂતો મને મોકલે છે પરંતુ આ મેસેજને જોતા સ્પષ્ટતા થતી નથી કે હાલ જે પાક વીમો આપવામાં આવી રહ્યો છે તે પાક વીમો કયા વર્ષનો છે, તેમજ કયા પાકનો છે ખરીફ પાકનો છે કે અન્ય કોઈ પાકનો ત્યારે આ મામલે મે ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન તરીકે રાજ્યના મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાનને પત્ર લખીને માંગણી કરી છે કે હાલમાં ખેડૂતોને આપવામાં આવતો પાક વીમો કયા વર્ષનો છે કેટલા ટકા છે તેમજ તે કયા કયા તાલુકામાં છે અને કયા કયા ગામોમાં છે તમામ બાબતની સ્પષ્ટતા કરવામાં આવે, જેના કારણે ખેડૂતોને આ બાબતનો ખ્યાલ આવી શકે.
વીમો અપાયો તેની નથી સ્પષ્ટતા: કોંગ્રેસહાલમાં ખેડૂતોને બેંકમાં જે પાક વિમાના પૈસા જમા કરવામાં આવ્યા છે. ત્યારે આ પાક વીમા કયા પ્રકારનો છે કારણ કે કુદરતી આફતોનો કે કમોસમી વરસાદ અથવા ભારે વરસાદના કારણે પણ ઘણું નુકસાન થયું હતું. એવામાં ખરેખર પાક વીમો કયા વર્ષનો છે તે હજુ સુધી સ્પષ્ટ રીતે સમજાતું નથી. વર્ષ 2019માં અંદાજિત રાજ્યભરના સાત લાખ જેટલા ખેડૂતોએ સરકારને પાક નુકસાનીની દાવાઓ કરતી અરજીઓ કરવામાં આવી હતી તો આ પાક વીમો 2019નો છે કે કેમ, તેમજ કઈ કઈ કંપનીઓ દ્વારા ખેડૂતોને પાક વીમો આપવામાં આવ્યો છે.
ઘણી નુકસાની: ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બીપોર જોય વાવાઝોડું આવ્યું હતું. ત્યારબાદ ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો ત્યારે ખરેખર ખેડૂતોને પણ ભારે વરસાદના કારણે ઘણી નુકસાની થઈ હતી એવામાં હાલ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થઈ રહ્યા છે પરંતુ આ પૈસા સેના છે. તેનો ખેડૂતોનો ખ્યાલ નથી જેને લઈને આજે રાજકોટ ખાતે કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન દ્વારા સરકારને સ્પષ્ટતા કરવાની માંગણી કરી હતી.