રાજકોટ: સરકારી દવાખાનામાં પણ હવે સુવિધા વધી રહી છે. મોંધીદાટ સારવારની ફી હોવા છતાં લોકો સારવાર લઇ શકે છે. સામાન્ય રીતે આપણે સાંભળીએ છીએ કે, સરકારી હોસ્પિટલમાં સુવિધા સારી ઉપલબ્ધ હોતી નથી. આ વાત રાજકોટની સરકારી હોસ્પિટલ ખોટી સાબિત કરી છે. રાજકોટના ગુંદરવાળી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતમાં સૌપ્રથમ મુસ્કાન સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ થી પ્રમાણિત કરવામાં આવી છે. જ્યારે મુસ્કાન સર્ટિફિકેટ મળવાના કારણે આ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. મુખ્યત્વે આ હોસ્પિટલમાં બાળકોની અને સગર્ભા મહિલાની સારવારને પ્રાધાન્ય આપવામાં આવે છે. રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને આ સર્ટિફિકેટ થી પ્રમાણિત કરવામાં આવતા રાજકોટ તેમજ હોસ્પિટલના સ્ટાફ માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અધતન મશીન: આ મામલે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલના તબીબ તરીકે ફરજ બજાવતા શૈલેષ અસ્થાનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે મુસ્કાન સ્ટેટ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ માટે એપ્લાય કર્યું હતું. જેના માટે અમે સ્ટેટ લેવલથી ક્વોલિફાઈડ થયા છીએ. જ્યારે પદ્મકુંવરબા હોસ્પિટલ આ એવોર્ડ મળતા અમારી હોસ્પિટલની ટીમને ખૂબ જ પ્રોત્સાહન મળશે. અમે આના કારણે અમારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને ખૂબ સારી રીતના ટ્રીટમેન્ટ આપી શકીશું. પદ્મકુંવરબા હોસ્પિટલમાં દૈનિક 70 થી 80 જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અહીંયા દાખલ પણ થતા હોય છે. જ્યારે આ હોસ્પિટલમાં લોકોની ભીડ પણ જોવા મળતી હોય છે.
આ પણ વાંચો |
અધતન સારવાર: રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં નવજાત શિશુ અને બાળકોને ઉચ્ચ કક્ષાની ગુણવત્તા સાથેની સારવાર કરવામાં આવે છે. જેના માટે પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતમાં સૌ પ્રથમ મુસ્કાન (MusQan) સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ થી પ્રમાણિત કરવામાં આવી છે. જ્યારે આ હોસ્પિટલમાં એપ્રિલ-2022 થી માર્ચ - 2023 માં 535 બાળકોને ઈમરજન્સી સારવાર તેમજ પીડિયાટ્રિક વોર્ડ માં 359 બાળકોને સારવાર પુરી પાડવામાં આવી છે. તેમજ આ હોસ્પિટલ રાજકોટમાં આવેલી હોવાથી તેમાં સૌરાષ્ટ્રભરના બાલ દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે. જેના કારણે હવે આ પ્રકારનું સર્ટિફિકેટ મળતા આગામી દિવસોમાં અહીંયા સારવાર લેવા આવતા દર્દીઓને પણ આધુનિક કક્ષાની સારવાર મળી રહેશે.