રાજકોટઃ કોરોનાના કહેર વચ્ચે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. રાજકોટમાં કોરોના વાઇરસના દર્દીઓનો સ્વસ્થ થવાનો રેશિયો 49.2 ટકા નોંધાયો છે. જેને લઈને આરોગ્ય કર્મીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ગઈકાલે જ કોરોનાના ચાર જેટલા પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. જેમાં ઈમ્તિયાઝ અલ્તાફ પટણી, રેશ્મા હબીબમીયાં સૈયદ, અનવર કાસમ ઘાડા,અમ્મા મહમદ કુરેશીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 63 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
જેમાંથી આજદિન સુધી કુલ 31 દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે. હાલ 31 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 4 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 67 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થયા છે.