રાજકોટઃ ગોંડલમાં ભર ઉનાળે સૌની યોજના થકી નર્મદાના નીરથી વેરી તળાવ ઓવરફ્લો થયું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અથાક પ્રયત્નને કારણે ભર ઉનાળે ગોંડલની જીવાદોરી સમાન "વેરી તળાવ" સૌની યોજના અંતર્ગત ઓવર ફ્લો થયું છે, ગોંડલનો પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે.
નર્મદાના નીરના વધામણાં કરવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, વોટર વર્કસ ચેરમેન અનિલભાઈ માધડ હાજર રહ્યા હતા.