ગોંડલ શહેરનું મોટુ માથું ગણાતા એવા વિક્રમસિંહ રાણાની વર્ષ 2003માં નિર્મમ હત્યા થઇ હતી. આ 15 વર્ષ જૂના ચકચારી હત્યા કેસનો ગુરૂવારના રોજ ચુકાદો જાહેર થતા મુળ ઇશ્વરીયાના અને હાલ સુરત રહેતા રામજી ઉર્ફે રામલો પ્રાગજી મારકણા તેમજ વાછરાનો રહેવાસી હરેશ મકનજીભાઈ ચોથાણીને ગુન્હેગાર ગણીને આજીવન કારાવાસની એડિશનલ સેશન્સ જજ જે.એન.વ્યાસ દ્વારા સજા ફટકારવામાં આવી છે.
તો આ હત્યા કેસમાં અન્ય 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ મામલે અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો, તે દરમિયાન 2 આરોપીઓના મૃત્યુ નિપજયા હતા. જ્યારે અન્ય વિનુભાઈ શિંગાળાની કેસ ચાર્જ ફાઇલ થાય તે પહેલા જ હત્યા થવા પામી હતી. આ કેસમાં સરકારી વકીલ તરીકે ઘનશ્યામભાઈ ડોબરીયા તેમજ સહયોગી વકીલ તરીકે નરેન્દ્રસિંહ ઝાલાનેરોકવામાં આવ્યાહતા. જ્યારે બચાવ પક્ષે એમ.બી સરદાર તેમજ એસ.પી ભંડેરી રોકાયા હતા.