રાજકોટ: ગોંડલ તાલુકા સેવા સદન ખાતે કોઈપણને કચેરીમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેમજ મીડિયા કર્મીઓને પણ પહેલા અધિકારી સાથે ફોન પર વાત કરી પ્રવેશ કરવાનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
જેમાં અધિકારીઓને મીડિયાના ક્યા કાર્યની બીક છે? કે પછી આરામ ફરમાવતા અધિકારીઓનું સ્ટિંગ ઓપરેશન થવાની બીક છે? તેવી અનેક ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યું છે.